ગુજરાતમાં કોરોનાથી બેકારી વધ્યાનું વધુ એક પ્રમાણ જાહેર થયું
3437 તલાટીની જગ્યા સામે 18.11 લાખ ઉમેદવાર
જુનિયર ક્લાર્કની 1181 જગ્યા સામે પહેલા જ દિવસે એક લાખથી વધુ ફોર્મ ભરાયા
WatchGujarat.રોજગારી આપવામાં નંબર વન-ગુજરાતના દાવા વચ્ચે પંચાયત વિભાગમાં વર્ગ -૩ની તલાટી કમ મંત્રીની ભરતીમાં ૩,437 જગ્યા સામે અરજી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થયા પછી 18.11 લાખા આસપાસ ઉમેદવારો માન્ય ઠર્યા છે. ઇતિહાસમાં પહેલી વખત આ એક જ ભરતીમાં એક જગ્યા સામે 52,691 નજીક ઉમેદવારો સ્પર્ધામાં ઉતરતા કોરોના મહામારી બાદ રાજ્યમાં કઇ હદે બેકારી છે તેનું વધુ એક પ્રમાણ જાહેર થયું છે.
મિડીયો રિપોર્ટ મુજબ તલાટીની ભરતીમાં 25.12 લાખથી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગુરૂવારે રાતે તેની મુદ્દત વિત્યા બાદ શુક્રવારની સાંજ સુધીમાં ઓનલાઇન અપલોડ થયેલી અરજીઓમાંથી 18.11 લાખ ઉમેદવારોને માન્યતા મળી છે. પંચાયત વિભાગમાં તલાટી ઉપરાંત જૂનિયર ક્લાર્કની ભરતીમાં 1,181 જગ્યા માટે ઉમેદવારી કરવાના પહેલા જ દિવસે શુક્રવારની સાંજ સુધીમાં એક લાખથી વધુ ફોર્મ ભરાઇ ચૂક્યા હતા. જૂનિયર ક્લાર્ક માટે આઠમી માર્ચ સુધી ઉમેદવારી થઇ શકશે.
ઉલ્લેખનીય છે કે પંચાયત તલાટીની ભરતીમાં 18.11 લાખ પૈકી અત્યાર સુધીમાં ત્રણ લાખ ઉમેદવારોએ રૂ.100 ફ્રી પેટે ત્રણ કરોડ ચૂકવ્યા છે. પરિક્ષા ફ્રી ભરવાને પાત્ર થતા ઉમેદવારો માટે ફ્રી ભરવા 21 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો છે.
પંચાયત તલાટી માટે ઉનાળા વેકેશનમાં જ પરિક્ષા યોજાશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અગાઉની ભરતીઓ સંદર્ભે પહેલાથી જ માર્ચ મહિના સુધીના પરિક્ષા શિડ્યુલ જાહેર કરી ચૂક્યુ છે. આ સ્થિતિમાં 18.11 લાખથી વધારે માન્ય ઉમેદવારો ધરાવતી પંચાયત તલાટીની ભરતીનું આયોજન શક્ય નથી. આથી, જ્યારે સ્કૂલો-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હશે ત્યારે મે- જૂનમાં ઉનાળુ વેકેશન દરમિયાન પરિક્ષા યોજવાનું મંડળ દ્વારા વિચારણ હેઠળ છે.
- ગુજરાતમાં કોરોનાથી બેકારી વધ્યાનું વધુ એક પ્રમાણ જાહેર થયું
- 3437 તલાટીની જગ્યા સામે 18.11 લાખ ઉમેદવાર
- જુનિયર ક્લાર્કની 1181 જગ્યા સામે પહેલા જ દિવસે એક લાખથી વધુ ફોર્મ ભરાયા