સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના પ્રિન્સિપાલે નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો
બાબુભાઇ પટેલે નશાની હાલતમાં રૂમમાં બંધ કરી ધોરણ-11ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો
પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
Watchgujarat.રાજ્યમાં અનેક વખત સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા અથવા તો પ્રિન્સિપાલ દ્વારા માર મારવાની ઘટના સામે આવતી હોય છે. ક્યારેક શિક્ષક તો દૂર પરંતુ પ્રિન્સિપાલ ખુદ ભાન ભૂલી જાય છે અને વિદ્યાર્થીને ઢોર મારવાના કિસ્સા સામે આવે છે તેવો જ એક કિસ્સો સંતરામપુરની એક સ્કૂલમાં જોવા મળ્યો હતો. અહીં પ્રિન્સિપાલ ભાન ભૂલી ગયા અને વિદ્યાર્થીને એવો ઢોર માર માર્યો કે આખા શરીરમાં નિશાન પાડી દીધા હતા. વિદ્યાર્થીની માતાનો આરોપ છે કે પ્રિન્સિપાલ દારૂના નશામાં હતા.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ અરવલ્લીના મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક સ્કૂલમાં પ્રિન્સિપાલની ક્રૂરતાના સમાચાર સામે આવ્યા છે. સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના પ્રિન્સિપાલે નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ મલણપુર ગામના વતની તાવિયાડ કિશોરભાઈનો પુત્ર મયુરકુમાર જે ધોરણ-11 માં એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુર ખાતે અભ્યાસ કરે છે. શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલ દ્વારા નશાની હાલતમાં રૂમમાં બંધ કરી ધોરણ-11ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં પ્રિન્સિપાલ રોકાયા નહોતા અને મારવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીના આખા શરીર પર લાકડીના નિશાન જોવા મળ્યા હતા.
પ્રિન્સિપાલે કરેલી આવી ક્રુરતા સામે ધોરણ-11 માં અભ્યાસ કરતા મયુરકુમારે આરોપ લગાવ્યો છે કે હું જ્યારે મારા ક્લાસ રૂમમાં બેઠો હતો. તે સમયે શાળાના અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતાં હતાં. તેઓને કશું કહ્યું નહોતું અને મને રૂમમાં બોલાવી લાકડી વડે ખૂબ માર્યો હતો. આ વિશે મારી માતાએ શાળામાં આવીને પ્રિન્સિપાલને રજૂઆત કરી તો પ્રિન્સિપાલ દ્વારા એલ.સી. કાઢી આપવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. જે અંગે પીધેલી હાલતમાં માર મારતા એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુરના પ્રિન્સિપાલ બાબુભાઇ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે.