વડોદરાનો શાતીર ઠગ લોકોને GVK EMRI ની 108 અને 112 માં પાયલટ તરીકે નોકરી અપાવવાનું કહી ઠગતો હતો
ઠગે ફોન કરી 108 સેવાને ખોટા સંદેશા આપી 13 વખત એમ્બ્યલન્સને દોડાવડાવી હતી
સમગ્ર મામલે વડોદરા સાયબર સેલે ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધર હતી.
ફરિયાદ નોંધાતા જ વડોદરા સાયબર સેલે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો
WatchGujarat. જેમ-જેમ લોકો ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. તેમ સાયબર ઠગો પણ લોકોને ઠગવાના નવા-નવા પૈત્રા અજમાવી રહ્યા છે. વડોદરા શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક શખ્સે 181 અભ્યમમાં કામ કરતા કર્મચારી સહિત કુલ પાંચ જણાને GVK EMRI ની 108 અને 112 માં પાયલટ તરીકે નોકરી અપાવવાનું કહી કુલ રૂ.6,250 પડાવી લધા હતા. આ ઉપરાંત 108 સેવાને ખોટા સંદેશા આપી 13 વખત એમ્બ્યલન્સને દોડાવી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા વડોદરા સાયબર સેલે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરા 108 ઈમરજન્સી રીસપોન્સ સેન્ટર રાવપુરા ખાતે પ્રોગ્રામ મેનેજર તરીકે નોકરી કરતા અને હરણી, ગદા સર્કલ પાસે ક્રિષ્ણાશ્રેય ફ્લેટમાં રહેતા નલેશ રમેશભાઈ ભરપોડા (ઉ.33 વર્ષ) એ તેમની ફરિયાદ સાયબર સેલને આપી જણાવ્યું છે કે, ગત તા. 19મીના રોજ કોઈ અજાણી વ્યક્તિનો દ્વારકાના ખીલખીલાટ સી.એસ.સી ઉપર ફોન આવ્યો હતો અને ફરજ પર હાજર ખીલખીલાટના કેપ્ટન રવિ ઉદેદ્રાને ફોન રીસીવ કરતા સામેથી વિનય પારેખ નામ જણાવી શખ્સે કહ્યું હતું કે, GVK EMRI માં પાયલોટની ભરતી છે. જેમાં તમારે સીલેક્ટ થવું હોય તો BOBના બેન્ક ખાતામાં રૂ.1250 ટ્રાન્સફર કરવા પડ્શે. પરતું રવિભાઈને શંકા જતા આ રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા. આ ઉપરાંત કોઈ અજાણી વ્યક્તિએ કચ્છ રાપર થી ફોન કરી સંસ્થાની માહિતી અને ફોન નંબર માંગેલ જે સંસ્થાએ આપ્યા ન હતા.
ત્યારબાદ ગત તા. 21મીના રોજ આ અજાણી વ્યક્તિએ ગાંધીનગર 181 અભ્યમમાં ડ્રઈવર તરીકે કામ કરતા પ્રકાશભાઈ અમ્રુતભાઈ પરમાર સાથે GVK EMRIની 108,112 માં પાયલોટની નોકરી વિશે વાત કરી નોકરી લેવા માટે રૂ.1250 BOB ના ખાતામાં ટ્રાન્સફર કરવા પડ્શે અને જરૂરી દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી આપવા પડ્શે આ વાતને લઈ પ્રકાશભાઈએ રૂપિયા અને દસ્તાવેજો ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ આ જ નોકરી માટે હિંમતભાઈ પરમાર, રણજીતભાઈ ઠાકોર, જગદિશભાઈ ઠાકોર, તથા અલ્પેશભાઈ પરમારનેએ રૂ.1250 ટ્રન્સફર કરાવ્યા હતા. આમ આ ષડયંત્રમાં પાંચ લોકોએ કુલ રૂ.6,250 ગુમાવ્યા હતા.
આ બાદ એ અજાણી વ્યક્તિ 108 સેવાને ખોટા સંદેશા આપી એમ્બ્યુલન્સને 13 વખત દોડાવી હતી. તે અજાણી વ્યકિત દ્વારકા, પંચમહાલ, ગાંધીનગર, તથા ગોધરા જેવી જગ્યાના 181 અભયમના ડ્રાઈવરોને આ ષડયંત્રમાં ફસાવતો હતો. આ સમગ્ર મામલે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે ફરિયાદ નોંધાતાજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિષ્ણુ વનાભાઈ ભરવાડ(મીર) ઉ.25 વર્ષ (રહે, જામ્બુડીયાપુરા મહાકાળીનગર ભરવાડ વાસ વાઘોડીયા રોડ, વડોદરા)ને પકડી પાડ્યો હતો.
આ મામલે વડોદરા સાયબર સેલના પીઆઈ એન.કે વ્યાસએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવીહી હાથ ધરી અજાણી વ્યક્તિનો મોબાઈલ લોકેશન ટ્રેક કર્યો હતો અને તે આરોપીનું લોકેશન વડોદરાથી નજીક વાઘોડીયાના ભરવાડ વાસમાં જણાતા પોલીસ તાત્કાલીક ત્યાં ગઈ હતી અને વિષ્ણુ ભરવાડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.