• શનિદેવ મકર રાશિમાં થશે અસ્ત
  • 33 દિવસ 8 રાશિના લોકો માટે રહેશે ભારે
  • 24 ફેબ્રુઆરીએ ફરી ઉદય થશે શનિદેવ

WatchGujarat. ન્યાયના દેવતા કહેવાતા શનિદેવ 22 જાન્યુઆરીએ પોતાની રાશિ મકરમાં અસ્ત થશે અને પછી 24 ફેબ્રુઆરીએ ઉદય થશે. 33 દિવસનો આ સમય 12 રાશિના જીવનમાં ઉથલ પાથલ મચાવી દેશે. 8 રાશિના જાતકોને આ સમયે વિશેષ સાવધાની રાખવા કહેવાયું છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ વધારે પ્રભાવિત થઈ શકે છે. તો જાણો અસ્ત શનિની અસર તમારી રાશિ પર કેવી રહેશે.

આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

મેષ

આ રાશિના જાતકો માનસિક ચિંતાથી પીડાઈ શકે છે. પોતાના પ્રયાસોને આગળ વધારવામાં અનેક બાધાઓનો સામનો પણ કરવો પડી શકે છે. કરિયરના આધારે તમારું કામમાં મન ન લાગે તે શક્ય છે. કાર્યક્ષેત્ર પર કામનું દબાણ સામાન્યથી વધારે હોઈ શકે છે.

મિથુન

આ રાશિના જાતકોએ કોઈ પણ કામને પૂરા કરવામાં અનેક બાધાઓ અને કામમાં મોડું થવાનો સામનો કરવો પડી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલ કામ હાથમાં લેવાશે. સાથે આ સમસ્યા પર કામનું દબાણ રહેશે. કાર્યોને પૂરા કરવામાં અસક્ષમ રહેશો.

કર્ક

આ રાશિના લોકોએ પોતાના સંબંધોમાં સસમ્યાઓથી 2-4 થવું પડી શકે છે. કાર્યક્ષેત્ર પર નોકરી કરનારાને નોકરીમાં વૃદ્ધિ અને વિકાસથી સંતોષ મળશે નહીં. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહેશે અને સાથે વરિષ્ઠ અધિકારી અને સહકર્મીની સાથેના સંબંધોમાં પણ સમસ્યા આવશે.

તુલા

આ રાશિના લોકોએ શનિના ચતુર્થભાવમાં અસ્ત થવું તમારી સુખ અને સુવિધાઓમાં ખામી, પારિવારિક સંબંધોમાં તણાવ વગેરે જોવા મળી શકે છે. કાર્યસ્થળે નોકરી કરનારા જાતકોને કામમાં સંતુષ્ટી મળશે નહીં. કાર્યસ્થળ પર વધારે ચિંતા તમને પરેશાન કરી શકે છે.

વૃશ્વિક

આ રાશિના લોકો માટે શનિનું અસ્ત થવું તમારા જીવનમાં ઉન્નતિ અને વિકાસમાં મોડું થવાના યોગ બનાવશે. તેના કારણે કરિયરમાં પ્રગતિ ધીમી પડશે. કાર્યક્ષેત્ર પર તમારા કામને કરવામાં રૂચિ રહેશે નહીં. આ સમયે નોકરીમાં અનિચ્છનિય સ્થાનાંતરણની સાથે નાના પ્રોફાઈલમાં ફેરફારની શક્યતા જોવા મળી રહી છે.

ધન

ધન રાશિને માટે શનિનું અસ્ત થવું વ્યક્તિગત જીવનમાં સંચાર સંબંધી સમસ્યાઓનો યોગ બનાવશે. કાર્યક્ષેત્ર પર આ સમયે તમે જે પણ કામ કે પ્રયાસ કરી રહ્યા છો તેને માટે ઈચ્છાનુસાર માન સમ્માન મળશે નહીં. તેનાથી જાતક નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી શકે છે. આમ કરવાથી તેમને કામમાં સંતોષ મળી શકે છે.

કુંભ

કુંભ રાશિમાં શનિ તેના પ્રથમ અને બારમાં ભાવનો સ્વામી છે. હવે આ 12મા ભાવમાં સ્થિત છે. આ પરિણામ સ્વરૂપ તેમની કરિયર, આર્થિક જીવનમાં ઉન્નતિ સાથે જોડાયેલી બાધાનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્ર પર સ્થિતિ તમારા માટે સરળ રહેશે નહીં.

મીન

મીન રાશિને માટે આ સમય જીવનમાં ધનલાભ અને ખર્ચમાં વધારો કરવાની શક્યતાઓ દેખાડે છે. કાર્યક્ષેત્ર પર તમને કાર્યો સાથે સંબંધિત પરિસ્થિતિથી લડવું પડશે કેમકે આ સમયે તમને જે પણ લાભદાયી અવસર મળશે તેનાથી સંતુષ્ટિ મેળવવામાં અસક્ષમ રહેશે. આ કારણે અનેક જાતકો નોકરીમાં અનેક અવસરોથી વંચિત રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners