• ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે વાગરાના ધારાસભ્યએ વિજેતા સરપંચો અને સભ્યોનું વિશાળ સ્નેહસમેલન યોજયું
  • 45 ગામના વિજેતા સરપંચો, સભ્યો, સમર્થકો, આગેવાનો અને કાર્યકરોની વિશાળ મેદની ઉમટી
  • ભાજપ છે તો શું મેળાવડા માટે પરવાનગીની છૂટ- લોકમૂખે ચર્ચાએ પકડ્યુ જોર

WatchGujarat. ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા 45 ગામોના વિજેતા સરપંચ અને સભ્યોનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. વિશાળ જનમેદની એકત્ર કરવાનો ભાજપ પાસે પરવાનો હોવાની ચર્ચાએ પણ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પ્રજામાં જોર પકડ્યું હતું.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા પોતાના મત વિસ્તારમાં હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચો અને સભ્યોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું.

રાજપૂત છાત્રાલયના ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં 45 ગામોના સરપંચ, સભ્યો, સમર્થકો અને આગેવાનો સાથે કાર્યકરો જોડાયા હતા. સ્નેહમિલનમાં સાંસદ મનસુખ વસાવા, ઉપદંડક દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા, ભરતસિંહ પરમાર, રમેશ મિસ્ત્રી, નિરલ પટેલ સહિતના દ્વારા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંમેલનમાં તમામ આગેવાનો, નેતાઓ, કાર્યકરો માસ્ક સાથે નજરે પડ્યા હતા. જોકે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હતો. હજારથી વધુ લોકોની જનમેદની એકત્ર કરી યોજાયેલા મેળાવડામાં વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભાજપે શક્તિપ્રદર્શન પણ યોજયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો. એક તરફ ત્રીજી લહેર આગળ વધી રહી છે ત્યારે ભાજપના આવા મેળાવડા પ્રજા સાથે જિલ્લાને પણ ખતરામાં મૂકી શકે છે તેવી ચર્ચા જોર પકડી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud