• બે દિવસ હજારો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે
  • હડતાળને લઇને મોટાભાગના ATM ખાલીખમ
  • રાજ્યમાં 25 હજાર કરોડના વ્યવહાર ખોરવાશે

WatchGujarat.આજથી બે દિવસ બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. તેમાં હજારો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે. તથા 8 પડતર માગણીઓને લઈ કર્મચારી હડતાળ પર છે. તેમજ ગુજરાતની 3665 રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા બંધ છે. તેથી રાજ્યમાં 25 હજાર કરોડના વ્યવહાર ખોરવાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શનિ- રવિની રજા બાદ હડતાળને લઇને મોટાભાગના ATM ખાલીખમ બન્યા છે. જેમાં બેંકની હડતાળમાં રાજ્યના 40 હજાર બેંક કર્મચારીઓ જોડાયા છે. પોસ્ટલ સર્કલના કર્મચારીઓ પણ બે દિવસીય હડતાળ પર છે. દેશના બેંક કર્મચારીઓ આજથી ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ પર ઊતર્યા છે. તેથી બેંકોના કર્મચારીઓ ટ્રેડ યુનિયનના આગેવાની હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે. જેમાં રાજ્યના 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાના 40 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જેના કારણે બેંકિંગ વ્યવહારો પર તેની સીધી અસર પડતાં જ કરોડોના નાણાકીય વ્યવહાર ખોરવાની ભીતિ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શનિ- રવિની રજા બાદ તરત જ બે દિવસીય હડતાળના કારણે એટીએમમાં નાણાં પણ ખાલી થવા લાગ્યા છે. પોસ્ટલ સયુંકત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે તેઓને હડતાળમાં ટેકો જાહેર કર્યો છે. ગુજરાત પોસ્ટલ સર્કલના કર્મચારીઓ પડતર માંગણીઓ સાથે આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંક કર્મચારીઓ સાથે ગુજરાત પોસ્ટલ સર્કલના કર્મચારીઓ પણ ડાક મિત્ર યોજના પાછી ખેંચાય સહિતની વિવિધ પડતર માંગણીઓની સાથે આજથી બે દિવસીય હડતાળ પર છે.

Facebook Comments Box

Videos

Our Partners