ડેપ્યુટી મામલતદારની નોકરી ત્યજી પોલીસ અધિકારી બનવાનું નક્કી કર્યું
એક નાનકડી બાળકી પોલીસનાં ડ્રેસમાં આવી
27 મહિનાની ટ્રેનિંગ બાદ પોલીસ ઇન્સપેક્ટર તરીકે પાસિંગ આઉટ પરેડમાંથી બહાર આવ્યા બાદ દિકરીને ભેટી પડ્યાં
WatchGujarat.ખાખી વર્દી જોઇને સૌ કોઇને ગર્વ થાય. પરંતુ અમુક લોકોનો ખાખી વર્દીનો પ્રેમ કંઇક વધુ પડતો હોય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં જોવા મળ્યો હતો જ્યાં મહિલા પીઆઇ પોતાની નાનકડી દિકરીને પણ ખાખી વર્દી પહેરાવીને લાવ્યા હતા. જી.હા આ નાનકડી દિકરીને ખાખી વર્દીમાં જોઇને સૌ કોઇ આનંદીત થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ ગાંધીનગર નજીક કરાઇ પોલીસ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાંથી આ વર્ષે 105 પોલીસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ તાજેતરમાં યોજાઇ હતી.જેમાં એક નાનકડી બાળકી પોલીસનાં ડ્રેસમાં આવી હતી. જ્યારે પરેડ પૂરી થઇ ત્યારે નવયુક્તિ પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન મહાદેવભાઇ દેસાઇએ તેને તેડી લીધી ત્યારે લોકોને જાણ થઇ કે આ બાળકી પીઆઇ શિલ્પાબેનની દિકરી છે.ડેપ્યુટી મામલતદાર તરીકે નોકરી કરતાં શિલ્પાબેન દેસાઇને ખાખી વર્દી પ્રત્યે લગાવ હતો, કારણ કે તેમનાં પિયર અને સાસરીપક્ષનાં મોટાભાગનાં લોકો પોલીસ વિભાગમાં છે. શિલ્પાબેનને પણ પોલીસનો યુનિફોર્મ પહેરવો હતો એટલે જ તેમણે ડેપ્યુટી મામલતદારની નોકરી ત્યજી પોલીસ અધિકારી બનવાનું નક્કી કર્યું એ સમયે તેમની દીકરી નાની હતી જો કે દીકરીનાં ઉછેરમાં કોઇ કચાશ ન રહે તેની તકેદારી સાથેસાથે પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરી હતી. અંતે 27 મહિનાની ટ્રેનિંગ બાદ પોલીસ ઇન્સપેક્ટર તરીકે પાસિંગ આઉટ પરેડમાંથી બહાર આવ્યા બાદ શિલ્પાબેનને તેમની દિકરી વળગી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શિલ્પાબેનનો ખાખી વર્દીનો પ્રેમ તેમની દિકરીમાં પણ જોવા મળ્યો હતો. ભારે મહેનત કરી પીઆઇ બન્યા અને હવે પોતાની નાનકડી દિકરીને પણ એ જ રસ્તા પર આગળ વધારી રહ્યા છે.