• અમદાવાદમાં રહેતા 32 વર્ષીય કાકી અને 18 વર્ષીય ભત્રીજો મુંબઇ ભાગી ગયા
  • 18 હજારનો મોબાઇલ 6 હજારમાં વેંચી દીધો
  • પોલીસને મુંબઇ હોવાની માહિતી મળતા પરિવારજનો દોડ્યા
  • ઇન્ટાગ્રામ પર નકલી નામથી એકાઉન્ટ બનાવી કરતા હતા વાતચીત

WatchGujarat. પ્રેમી-પ્રેમીકા ભાગી જવાના કિસ્સા રોજ સાંભળવા મળતા હોય છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કાકી-ભત્રીજો ભાગી ગયા ? જો કે આ પહેલા સુરતમાં વેવાઇ-વેવાણ ભાગી જવાનો કિસ્સો સામે આવ્યો હતો.તેવી જ રીતે અમદાવાદમાંથી કાકી-ભત્રીજો ભાગી ગયાનો કિસ્સો સામે આવ્યો છે.વાત અમદાવાદનાં નરોડા વિસ્તારની છે અહીં રહેતી મહિલા તેના સગાં ભત્રીજાને લઈને ભાગી જતાં બંનેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. દરમિયાન બંનેના મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા લૉકેશન મુંબઈનું મળતા પરિવારજનો મુંબઈ તેમને ઝડપી લેવા પહોંચી ગયા છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી 32 વર્ષની કાકી 10 નવેમ્બરે વહેલી સવારે 4 વાગ્યે ઘરમાંથી ગુમ થઈ જતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ આ શોધખોળ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે કાકીનો સગો ભત્રીજો પણ બાપુનગરના તેના વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ગુમ થયો છે. ભત્રીજો તેની થલતેજમાં આવેલી દુકાનેથી સીધો બાપુનગરના ઘરે પહોંચ્યો હતો. ત્યાંથી કાકીનો સંપર્ક કરીને ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. પરિણામે બંને સાથે જ ભાગી ગયા હોવાનું જણાયું હતું. આ અંગે પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કાકી સાબરમતી વિસ્તારમાં ભાડાંના એક રૂમમાં બાર કલાક રોકાઈ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલા જાણીતા માર્કેટમાં 18 હજારનો મોબાઇલ 6 હજારમાં વેંચી દિધો છે. તેને પગલે પરિવારના સભ્યો મુંબઈ પહોંચી આ માર્કેટમાંથી પૈસા આપીને મોબાઈલ પરત લીધો હતો.જો કે બંને ક્યાં છે તેનો પત્તો હજી સુધી મળી શક્યો નથી. પોલીસને કાકી-ભત્રીજો નવી મુંબઈના કોઈ વિસ્તારમાં હોવાની માહિતી મળી છે. થોડા વરસ પહેલા જ આ બાબતે કાકી અને ભત્રીજા વચ્ચેના સંબંધની વાત પરિવારના સભ્યોના ધ્યાનમાં આવી ગઈ હતી. તેથી તેમણે બંનેને ઠપકો આપીને મામલો શાંત પાડી દીધો હતો. દરમિયાન કાકીને ભત્રીજો મળતાં બંને તે જ રાત્રે મુંબઈ ભાગી ગયા હતા. આ અંગે કાકી અને ભત્રીજાના પરિવારજનોએ તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની ફરિયાદો નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાસી ગયેલા કાકી અને ભત્રીજો ચેટિંગમાં પકડાઈ ન જાય તે માટે વોટ્સ અપને બદલે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા હતા. ઇન્સ્ટાગ્રામ પર બંનેએ નકલી નામથી એકાઉન્ટ પણ બનાવ્યા હતા.જો કે ભત્રીજાએ ઇન્સ્ટાગ્રામથી પોલીસ પોતાને પકડી ન શકે તે માટે શું કરવું, તેમ જ ભારતના કયા વિસ્તારમાં સસ્તું મકાન મળી શકશે, રોજગારીનો પ્રશ્ન કેવી રીતે હલ કરવો તથા અન્ય રાજ્યમાં જવા માટે અમદાવાદના કયા વિસ્તારમાંથી બસ મળી શકશે તેની અગાઉથી પૂરી તપાસ કરી રાખી હતી. જ્યારે યુવકે બંને વચ્ચે લખાયેલા કેટલોક ઓનલાઈન ડેટા ડીલીટ કરી નાખ્યો હતો. તેમ છતાં પોલીસને કેટલોક ડેટા હાથ લાગી ગયા છે. તેના પરથી તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું ફલિત થાય છે.

Facebook Comments Box

Videos

Our Partners