WatchGujarat. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ‘બચપન કા પ્યાર’ સોંગ ગાતો એક છોકરાનો એક વીડિયો વાઇરલ થયો છે. જે એના લીધે રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. હવે રૅપર બાદશાહ આ છોકરાની સાથે કોલોબ્રેશન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં બાદશાહ દ્વારા સોંગનું એક પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં બચપન કા પ્યાર સોંગ 11 ઓગસ્ટના રોજ રીલીઝ થશે તેમ જણાવાયું છે. સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહેલા સોંગના લોન્ચીંગની સૌ કોઇ આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યું છે.
બાદશાહે ઇન્સ્ટાગ્રામ પર આ બાળ સિંગર સાથેનો તેનો એક ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને એની સાથે તેણે લખ્યું હતું કે, ‘બચપન કા પ્યાર, કમિંગ સૂન.’ જેનાથી ફેન્સ ક્યૂરિયસ થયા હતા. બાદશાહની આ કેપ્શનથી હિન્ટ મળે છે કે, તે દસ વર્ષના સહદેવ દિર્દોની સાથે કોલોબ્રેશન કરશે. આ યંગ સિંગર છત્તીસગઢના સુકમા જિલ્લામાંથી આવે છે. બાદશાહે તેની પોસ્ટથી અનેકનાં દિલ જીત્યાં હતાં. યશરાજ મુખાટેએ કોમેન્ટ કરી હતી કે, ‘આઈ લવ ધ ઇન્ટરનેટ.’ એક પ્રશંસકે લખ્યું હતું કે, ‘વાઉ.. આ કોલોબ્રેશન બદલ થેંક યુ પાજી. તમારું દિલ વિશાળ છે.’
ઓરિજિનલ ‘બચપન કા પ્યાર’ સોંગ 2018માં રિલીઝ થયું હતું અને એણે યૂટ્યૂબ પર 2.6 મિલિયન વ્યૂઝ મેળવ્યા હતા. જોકે, સહદેવે રિસન્ટલી આ સોંગને ગાયા પછી એ વધારે પોપ્યુલર થયું હતું. ત્યાર બાદ બાદશાહ બચનપ કા પ્યાર સોંગ પર ગીત બનાવશે તેવી અનેક અટકળોએ સ્થાન લીધું હતું. જો કે તાજેતરમાં બાદશાહ અને તેના સાથી દ્વારા બચપન કા પ્યાર સોંગને લઇને એક પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સોંગ રીલીઝની તારીખ મુકવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ સોંગ રીલીઝ થશે.