• નાગાલેન્ડથી આવેલા 1000 જવાનોની ટુકડીમાંથી 20 જવાનો કોરોના સંક્રમિત
  • તમામને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા
  • આ જવાનોના સંપર્કમાં આવેલા અન્ય જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ
Representative image

WatchGujarat. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યાં છે ત્યારે બનાસકાંઠમાં કોરોનાનો રાફડો ફટી નિકળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આજે બીએસએફના 20 જવાનો એકસાથે કોરોના સંક્રમિત થયા છે. આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ કોરોના સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આ જવાનોના સંપર્કમાં આવેલા અન્ય જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 20 જેટલા બીએસએફના જવાનો કોરોના સંક્રમિત થયા છે. તમને જણાવી દઈએ કે નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. જે બાદ સરકારી ગાઈડલાઈન અને બી.એસ.એફના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાક જવાનોને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાંથી 20 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કોરોનાની ગતિ ધીમી પડી  છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના ઘણાં ઓછા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં રવિવારે કોવિડ-19ના નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 71 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. રાજ્યભરમાં અત્યારે કોરોનાના કુલ 493 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 488 સ્ટેબલ છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,076 લોકોનો ભોગ લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud