• બનાસકાંઠાના સુઈગામમાં શોભાયાત્રા દરમિયાન થયું હવામાં ફાયરિંગ
  • કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
  • ફાયરિંગનો વિડિઓ થયા વાયરલ
  • પોલીસ આ મામલે શું અને ક્યારે કાર્યવાહી કરે તે જોવાનું છે.

WatchGujarat. ગુજરાતમાં ફાયરિંગ કરવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. લગ્ન હોઈ કે બર્થ ડે ની ઉજવણીમાં જાણે ઘાતક હથિયારો દેખાડી રોફ જમાવવો એક સામાન્ય વાત બની ગઈ હોય તેમ લોકો છાસવારે આવા કૃત્યો કરતા કેમેરામાં કેદ થાય છે.જેમાં તે  પોલીસ અથવા કોઈ અન્યથી ડર્યા વગર ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ કરતા હોય છે.તે બાદ ફાયરિંગના આ વિડિયો ફ્રેમસ કરવા માટે સોશ્યિલ મીડિયા પર વાયરલ કરતા હોય છે.

તેવામાં જ આજે બનાસકાંઠાના સુગાઇગામમાં પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવ દરમિયાન કાઢવામાં આવેલી શોભાયાત્રામાં ખુલે આમ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠાના સુગાઇગામમાં પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવ દરમિયાન કોરોના ગાઈડલાઈનના નિયમોના ધજાગરા ઉડ્યા હતા.શોભાયાત્રાના વીડિયોમાં દેખાતા મોટા ભાગના લોકો માસ્ક વગર જ ફરતા જોવા મળી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડિઓ બાદ હવે જોવાનું એ છે કે પોલીસ આ મામલે ક્યારે અને શું કાર્યવાહી કરે છે એ જોવાનું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud