• પાકને નુકસાન કરતા નીલગાય
  • જંગલી ભૂંડ સહિત પ્રાણીઓને નિયંત્રણ કરવા સરકારનો પ્રોજેક્ટ
  • વરુના આગમનથી કુદરતી સંતુલન જળવાશે : ખેડૂત

WatchGujarat. બનાસકાંઠાના રણકાંઠાની પ્રજાનો વરુપ્રેમ દુનિયાને પ્રેરણા પૂરી પાડે એમ છે. ભારત ભરમાં લુપ્ત થવાના આરે આવેલા વરુ રણ વિસ્તારમાં વિચરતી જોવા મળે છે.  આજે પણ આ રણ વિસ્તારમાં 20 થી 25 વરુ મૂકતપણે વિચરે છે. આજદિન સુધી ક્યારેય કોઈ માનવ સાથે ઘર્ષણમાં આ પ્રાણીઓ નથી આવ્યા. તેમજ આ પ્રાણીનો શિકાર થયો હોય તેવુ પણ ક્યારેય ધ્યાને નથી આવ્યુ. ત્યારે જંગલી ભૂંડ, નીલગાય, હરણની સંખ્યાને કુદરતી રીતે નિયંત્રણમાં રાખે તે માટે બનાસકાંઠાના મોટા વિસ્તારમાં વન્ય સંપદા ધરાવતા સરહદી વાવ સૂઈગામ તાલુકાના સરહદી રણમાં સક્કરબાગ ઝૂમાંથી વધુ દસ વરુઓ લાવવાનો પ્રોજેક્ટ વન વિભાગ દ્વારા સેન્ટર બનાવાનો પ્રોજેક્ટ અમલમાં  મુકાયો છે.

આ પ્રાણીએ ક્યારેય હેરાન નથી કર્યા : માલધારી

વરૂ(નાર) બાબતે પશુધન ચરાવતા માલધારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આ પ્રાણી હાલમાં કયાંક જ જોવા મળે છે. અમને ક્યારેય હેરાન કર્યા નથી.આ વિસ્તારમાં આ પ્રાણી જ્યારે પણ દેખાયુ હશે ત્યારે અમારી પણ મર્યાદા રાખી છે.

વરૂ 12 વર્ષનું આયુષ્ય ધરાવે છે : DFO

ડીએફઓ મિતેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ વરૂ (નાર) 12 વર્ષનુ આયુષ્ય  ધરાવે છે. નીલગાયના બચ્ચા અને હરણ જેવા વન્ય પ્રાણીઓને આરોગતા વરૂના પુનવર્સન માટેનો નવો પ્રોજેક્ટ નવા વર્ષમાં અમલી થવા જઈ રહ્યો છે.

ખારા રણના રાજકુમાર વરુનું સંવર્ધન કરી ઉદાહરણ પૂરું પાડીશું

આ અંગે રણમાં બિરાજેલા લાખાપીર પાંચ કેરડા ધામના મહંત રામભારથીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રણકાંઠાની પ્રજાએ પ્રાણીઓ માટે પોતાના બલીદાન આપેલ છે.ઈતિહાસમાં અમારી ધાર્મિક માન્યતાઓમાં એક અલગ આદર આ પ્રાણી માટે રણના પ્રકૃતિના રાજકુમાર સમા વરૂ(નાર) પ્રાણીઓનુ પુન-સ્થાપન આ વિસ્તારમાં થશે તો એના સંરક્ષણ અને સંવર્ધનને સાર્થક કરી અમે દુનિયાને ઉદાહરણ પુરું પાડીશું.

વરુના આગમનથી કુદરતી સંતુલન જળવાશે

અંગે રામસિહભાઈ ગોહીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં જંગલી ભૂંડ અને નીલગાયની વસ્તી વધવાના કારણે ખેડુતોના પાકને ઘણુ નુકશાનની ફરીયાદો વધી રહી છે.પણ વરૂ પ્રાણીને પુનવર્સન કરવાથી કુદરતી સંતુલન સ્થાપશે રણ વિસ્તારમાં આ નિર્ણય આવકારજનક છે.કેમ કે રણ વિસ્તારમાં વરૂ તેમજ શિયાળો લુપ્ત થઈ રહ્યા છે.આનુ અમલીકરણ થાય એ માટે જરૂર પડે તો રજુઆત પણ કરીશુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud