• બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરાયો
  • અમુલ શક્તિ, અમુલ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો ભાવ વધારો
  • બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી. માં 1 રૂ. અને જીરા છાસ 190 મિ.લી. માં પણ 1 રૂપિયાનો વધારો કરાયો
  • પંદર દિવસ પહેલાં અમુલ તાઝા, અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ અને અમુલ ગાયના દૂધમાં ભાવ વધારો કરાયો હતો

WatchGujarat. પેટ્રોલ, ડિઝલ, ઘાસચારો સહિત વિવિધ ચિજવસ્તુઓના ભાવોમાં થઇ રહેલા ભાવ વધારાને પગલે બરોડા ડેરી દ્વારા આવતી કાલ તા. 1લી એપ્રિલથી અમલમાં આવે તે રીતે અમુલ શક્તિ, અમુલ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી. માં 1 રૂપિયો અને બરોડા ડેરી જીરા છાસ 190 મિ.લી. માં પણ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નોધનિય છે કે, પંદર દિવસ પહેલાં અમુલ તાઝા, અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ અને અમુલ ગાયના દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો હતો.

બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડિઝલ સહિત પશુ આહારના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાને પગલે બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. આજે બરોડા ડેરી દ્વારા અમુલ ગોલ્ડ 500 એમ.એલ. નો ભાવ રૂપિયા 30 હતો તેનો રૂપિયા 31 કરવામાં આવ્યો છે. અમુલ શક્તિ 500 એમ.એલ.નો ભાવ રૂપિયા 27 હતો તેનો રૂપિયા 28 કરવામાં આવ્યો છે. જ્યારે બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી. નો ભાવ રૂપિયા 10 હતો. તેમાં રૂપિયા 11 કરવામાં આવ્યો છે. અને 5 લિટર ગોરસ છાસ રૂપિયા 120 ભાવ હતો તેનો રૂપિયા 130 કરવામાં આવ્યો છે. અને બરોડા ડેરી જીરા છાસ 190 મિ.લી.નો ભાવ રૂપિયા 5 હતો તેનો રૂપિયા 6 કરવામાં આવ્યો છે.


ઉપ પ્રમુખ જી.બી. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડિઝલ, ગેસ, પાણી, ટ્રાન્સપોર્ટ, દૂધ વિતરકોના કમિશનમા વધારો, દાણમા સબસિડી, પગાર, કર્મચારી મૃત્યુ સહાય, પેકીંગ સહિતના ખર્ચમાં થયેલા વધારાને પગલે બરોડા ડેરી ઉપર વાર્ષિક રૂપિયા 98 કરોડના પડેલા આર્થિક બોજને પગલે બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દૂધનો ભાવ વધારો ન કરવા માટે બરોડા ડેરીના એમ.ડી. ને રજૂઆત કરી હતી. તેમજ દેખાવો, સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી હોવાથી તે સમયે તાઝા, સ્લિમ એન્ડ ટ્રીમ અને ગાયના દૂધના ભાવમા પ્રતિ લિટર રૂપિયા 2 નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તે બાદ આજે બરોડા ડેરી આવતીકાલ તા. 1 લી એપ્રિલથી અમલમાં આવે તે રીતે 500 એમ.એલ. ગોલ્ડ, શક્તિ, ગોરસ છાસ અને જીરા છાસમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે, નવુ નાણાકિય વર્ષની અંદર નાગરિકોને દૂધ અને છાશના ભાવ વધારાની ભેટ મળી છે.

Facebook Comments Box

Videos

Our Partners