• બનાસકાંઠાના વાવના મર્યાદા પુરુષોત્તમ રામની કથા કરાવનાર કથાકારનું રાવણ સ્વરૂપ
  • 11 દિવસમાં CM રૂપિયા એક કરોડ નહિ પોકાડે તો 3 મહિનામાં ગાદી પરથી ઉખાડીને ફેંકી દેવાની વાહિયાત ધમકી
  • 7 ડિસેમ્બર સુધીમાં રૂપિયા નહિ પહોંચાડે તો અકસ્માતમાં માર્યો જઈશના પણ વિડીયોમાં એલફેલ લવારા
  • હું બટુક મોરારી બાપુ બોલું, મહેશ ભગત વાવ કહેનાર નો મોબાઈલ થયો બંધ

WatchGujarat. બનાસકાંઠા જિલ્લાના વાવ ગામના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની કથા કરનાર કથાકારે તમામ મર્યાદાઓ ભૂલી એક વિડીયો જારી કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે ₹1 કરોડની ખંડણી માંગતા ખળભળાટ મચી ગયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિડીયો બનાવી ધમકી આપી ₹1 કરોડની ખાંડણી માંગતા કથાકારના વાયરલ થયેલા વિડીયોમાં તે કહી રહ્યો છે.

માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારી બાપુ બોલી રહ્યો છું.

વાવ, બનાસકાંઠા, મહેશ ભગત, બટુક મહારાજ મારો મોબાઈલ નંબર છે 9624375125.

11 દિવસની અંદર, એટલે કે 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પોકાડાવી દેજો. નહિતર ગુજરાતમાં કોઈ દી પટેલને રાજ કરવા નહિ દઉં. અને તું પણ અકસ્માતમાં માર્યો જઇશ.

એક કરોડ રૂપિયા પોકાડી દેજે, ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદી એ બેસાડીયા છે ને તો 1 કરોડની દક્ષિણા પોકાડી જાવ.

સમજ્યા એક કરોડ, એક રૂપિયો કમ નહિ અને એ પણ આજે 25 તારીખ થઈ છે 5 તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી મને એક કરોડ રૂપિયા પોકાડી દેજો. તો એટેસથી રાજ કરશો ને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. અને નહિતર તો દોસ્ત તને 3 મહિનામાં ઉખાડી ને ફેંકી દઈશ.

હું બટુક મોરારી બાપુ બોલું, મહેશ ભગત વાવ.. આવો વિડીયો ઉતારી તેને વાયરલ કર્યા બાદ આ બટુક બાપુનો મોબાઈલ જ બંધ થઈ ગયો છે, હવે મુખ્યમંત્રી પાસે ₹1 કરોડની ખંડણી, ધમકી અને એલફેલ વાણી વિલાસમાં રાજ્ય સરકાર અને પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud