GCA સુધી BPL નું નામ પોહચવું જોઈએ, મારા માટે તો બધું જ ક્રિકેટ જ છે બોસ : મુનાફ પટેલ
ભરૂચ જિલ્લામાંથી બીજા 4 મુનાફ ભારતને આપવાની BDCA ની નેમ : દુષ્યંત પટેલ
8 ફ્રેન્ચાઈઝીને ડ્રો થી ટીમના ખેલાડી અને ટી શર્ટના રંગની કરાઈ ફાળવણી
ભરૂચ ડિસ્ટ્રીટ ક્રિકેટ એસોસિયેશને ભરૂચ પ્રીમિયર લીગની રજિસ્ટ્રેશન લિંક ઓપન કરતા જ 10 દિવસમાં 1300 ખેલાડીનું રજિસ્ટ્રેશન
WatchGujarat.કોરોનાંના ભારતમાં વધતા કેસો વચ્ચે IPL રમાવાનું ભાવિ આ વખતે ધુધળું છે ત્યાં ભરૂચમાં BPL ભરૂચ પ્રીમિયર લીગનો ગુરૂવારે ધમાકાભેર શુભારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશને BPL ની જાહેરાત બાદ રજૂસ્ટ્રેશન લિંક ખોલતા જ 10 દિવસમાં 1300 ખેલાડીએ નોંધણી કરાવી હતી.
ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા BPL ભરૂચ પ્રીમિયર લીગનો ગુરૂવારથી શાનદાર શુભારંભ કરાયો હતો. ભારતના પૂર્વ ક્રિકેટર અને ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલ, ધારાસભ્ય, ઉપદંડક અને BDCA ના પ્રમુખ દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદાર અને ઇસ્તીયાક પઠાણની હાજરીમાં 8 ફ્રેંનચાઇઝી પેહલી BPL માં મેદાને ઉતરી છે.
જેઓ માટે 16 આઇકોનીક ખેલાડી અને ટી શર્ટ કલરની પસંદગી ડ્રો દ્વારા કરવામાં આવી હતી. આટલું જ નહીં ટીમના તમામ ખેલાડીઓની 8 ફ્રેંચાઇઝી માં પસંદગી પણ ડ્રો મારફતે જ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર મુનાફ પટેલે કહ્યું હતું કે, બોસ ક્રિકેટ એટલે ડીસીપ્લીન. BPL નો પહેલો અને છેલ્લો મુદ્દો પણ અનુશાસન જ રહેશે. IPL ની જેમ હવે દર વર્ષે BPL ની પણ આતુરતાથી રાહ જોવાશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન GCA સુધી BPL નું નામ પોહચવું જોઈએ. મારા માટે તો બધું ક્રિકેટ જ છે બોસ. આપણા તો લોહીમાં ક્રિકેટ અને લોહી નીચે પડે ત્યારે તેમાં પણ લખાતું હોય છે ક્રિકેટ. જ્યાં ક્રિકેટ ત્યાં હું અને જ્યાં હું ત્યાં ક્રિકેટ.
ભરૂચ વિધાનસભાના ઉપદંડક, ધારાસભ્ય અને BDMA ના પ્રમુખ દુષ્યંત પટેલે ભરૂચ પ્રીમિયર લીગના આજે 8 ફ્રેન્ચાઇઝી, આઇકોનીક ખેલાડીઓ, ટીમ અને ટી શર્ટ લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, BDMA ની ભરૂચ જિલ્લામાંથી બીજા 4 મુનાફ ભારતને ( ટીમ ઇન્ડિયા) ને આપવાની નેમ છે. જે પ્લેટફોર્મ BPL પુરૂ પાડશે. તેઓ જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારના પ્રસંગો વાગોળતા કહ્યું હતું કે, પેહલા એક છગ્ગાના રૂપિયા 150 અપાતા, અને ખેલાડી વધુ સિકસરો લગાવી તેમાંથી સારું બેટ ખરીદવાની તૈયારીમાં રહેતો. અમે ક્રિકેટ રમવા લોકલ ટ્રેનોમાં જતા. આજે BDCA એટલું સધ્ધર છે કે , આપણાં ખેલાડીઓને AC ટ્રેનમાં મોકલે છે. હાલ ભરૂચ જિલ્લાના 9 ખેલાડી અંડર 19 માં ગુજરાતમાં રમે છે. જેમાં 4 દીકરીઓ છે. અંડર 19 ગુજરાતની ટીમમાં ભરૂચનો સ્મિત પટેલ વાઇસ કેપ્તન છે.
ઉલ્લેખનીય છે કે, 1300 માંથી 1100 ખેલાડીની સ્ક્રુટીનિથી પસંદગી કરાઈ હતી. જેમાં અંડર 19 અને 23 માં ફાઇનલ ઇલેવનમાં બે-બે ખેલાડી દરેક ફ્રેન્ચાઈઝીમાં રમશે. જેમાં 190 ખેલાડી અંડર 19 ના, 288 ખેલાડી 23 ના અને 600 સિનિયર છે. દરેક ટીમે મિનિમમ 3 અને મેક્સિમ 7 મેચ BPL માં રમવાની રહેશે.
બોક્સ : BPL માટે ની 8 ફ્રેન્ચાઇઝી
- M સ્કવેર ઇલેવન
- ભજજુવાલા યુથ વોરિયર્સ
- મયુરી 88
- પાન ગુજરાત સ્ટાર્સ
- પ્રેરણા સુપર કિંગ
- વાગરા વોરિયર્સ
- VIP વોલ્સ
- જોલવા નસીબ સ્ટાર ઇલેવન