• કેન્દ્ર સરકારની આ ખાસ યોજના થકી ભિખારીઓને આત્મનિર્ભર બનાવવામાં આવશે, જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે
  • આ યોજના બાદ દેશના કોઈ પણ શહેરમાં તમને રસ્તાઓ પર ભિખારીઓ જોવા નહીં મળે
  • ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દેશને ભિખારી મુક્ત બનાવવા માટે સ્માઈલ યોજના લોન્ચ કરશે
  • આ યોજના અંતર્ગત ભિખારીઓના પુનર્વસનનું આયોજન કરાશે, સાથે તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ બાબતે પણ યોગ્ય પગલાં લેવાશે

WatchGujarat. આપણે જ્યારે પણ કોઈ રસ્તા પર પસાર થઈએ ત્યારે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચાર રસ્તા, મૉલ-રેસ્ટોરન્ટની બહાર વગેરે સ્થળોએ ભિખારીઓ ભીખ માંગતા જોવા મળે છે. આવું માત્ર વડોદરા કે ગુજરાતમાં નહિં પરંતુ દેશના કોઈપણ શહેરમાં જોવા મળશે. દેશભરમાં લોકો ગરીબીના કારણે ભીખ માંગીને પોતાનું જીવન પસાર કરતા હોય છે. જ્યારે અનાથ બાળકો પણ ભીખ માંગવા મજબૂર બને છે. કેટલાંક કિસ્સાઓમાં તો માતા-પિતા પોતે બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરે છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં લાખો લોકો ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. ત્યારે નાના બાળકો શાળાએ જવાની ઉંમરમાં માતા-પિતા સાથે ભીખ માંગતા જોવા મળે છે. દયનીય બાબત છે કે નાના બાળકો ભણવાની ઉંમરે શિક્ષણથી દૂર રહે છે. જેના કારણે ભવિષ્ટમાં તેઓ આજીવન ભીખ માંગવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે. જેથી હવે ભિખારી મુક્ત ભારત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આગામી સમયમાં ભિખારીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના બાળકોને શિક્ષણ પૂરૂ પાડવા કેન્દ્ર સરકાર સ્માઈલ યોજના લાવવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે દેશને ભિખારીમુક્ત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારની આ પહેલ છે. જે મુખ્ય ઉદ્દેશ છે કે ભિખારીઓ ભીખ માંગવાના સ્થાને આપમેળે કમાય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. મળતી વિગતો મુજબ કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી. જેથી ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માઈલ યોજના લોન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ભિખારીઓના પુનર્વસનનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના બાળકોના આરોગ્ય અને શિક્ષણ બાબતે પણ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. જેમાં ભીખ માંગતા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. જેથી તેઓ સારૂ શિક્ષણ મેળવી શકે અને ભવિષ્યમાં સફળ બને. ઉલ્લેખનીય છે કે સ્માઈલ યોજના અંતર્ગત ભિખારીઓના કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેનું કારણ છે કે તેઓ સારો રોજગાર મેળવી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાથમિક તબક્કામાં સ્માઈલ યોજનાને દેશના દસ શહેરોમાં લાગુ કરવામાં આવશે. જેમાં ગુજરાતના અમદાવાદ સહિત નાગપુર, બેંગ્લોર, મુંબઈ, લખનઉ, દિલ્હી, ઈન્દોર, ચેન્નાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોની સરકારને રેલવે સ્ટેશન પર ભીખ માંગતા બાળકો પર પણ નજર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ આદેશ પાછળનું કારણ પણ ખૂબ ગંભીર છે. આપણે સૌ જાણીએ છે કે આવા બાળકો માનવ તસ્કરીનો સરળતાથી ભોગ બનતા હોય છે. જેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આ આદેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે સ્માઈલ યોજનાને અમલમાં મુકવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવામાં આવશે. જેથી અસરકાર રીતે તેનો અમલ થઈ શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud