• સગીરાનો અભ્યાસ છોડાવી UP ના પરિવારે 15 દિવસ પેહલા જ જબરજસ્તી લગ્ન કરાવ્યા
  • સાસરિયા મારઝૂડ કરતા પરિણીતા સાસરી છોડી નીકળી ગઈ હતી
  • માતાએ અમે તારા લગ્ન કરાવી દીધા હવે ત્યાં જ રહેવાનું છે કહેતા, સગીર પરિણીતા પિયર કે સાસરીમાં જવા માંગતી ન હોય સખી વન સ્ટોપમાં મોકલાઈ

WatchGujarat. માતા-પિતાની મનમાની અને સગીર વયની દીકરીને જબરજસ્તી પરણાવી દેવાની સમાજ તેમજ કાયદા વિરોધી ભૂલમાં ભોગવવાનો વારો મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ અંકલેશ્વરમાં રહેતી નવ પરિણીતાને આવ્યો છે. માતાપિતાએ ધો.12 માંથી દીકરીને ઉઠાવી લઇ 15 દિવસ પેહલા જ તેના જબરજસ્તી લગ્ન કરાવી દીધા હતા.

પતિ અને સાસરિયાએ અત્યાચાર શરૂ કરી દેતા નવ પરિણીતા સસરીમાંથી નીકળી ગઈ હતી. પિયર પક્ષે પણ તરછોડી દેતા અંકલેશ્વર ST ડેપો ઉપર કલાકો સુધી એકલી બેઠેલી આ પીડિતા ઉપર એક સજ્જનની નજર પડતા મહિલા અભિયમ ટીમે તેને આશરો અપાવ્યો છે.

મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર ભરૂચમાં રોજગારી માટે આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના એક ગામે સ્થાયી થયેલા પરપ્રાંતીય પરિવારે તેમની બારમા ધોરણમા અભ્યાસ કરતી દીકરીને અભ્યાસ છોડાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા. પંદર દિવસના લગ્ન જીવનમાં તેના પતિ દ્વારા મારપીટ કરાતી હતી. બે દિવસ પહેલા તેના સાસરી વાળા એ પણ માનસિક શારીરિક હેરાનગતિ કરતા પરણિતા સસરીનું ઘર છોડી નીકળી ગઈ હતી.

માતાને ફોન કરતા, અમે તારા લગ્ન કરાવી દીધા છે તારે હવે ત્યાં જ રહેવાનું છે કહેતા નવ પરણિતા માતાના આવા વેણથી વ્યથિત બની ગઈ હતી. સાસરીમાં ત્રાસ અને પિયરમાં કોઈ હવે પાલવનાર નહિ હોવાના વિચારે તેને કઈ સમજ ન પડતા અંકલેશ્વર બસ સ્ટેશનમા બેસી રહી હતી. કલાકો સુધી નિસહાય અને એકલી બેઠેલી સગીરા ઉપર એક ત્રાહિત વ્યક્તિની નજર પડી હતી. આ સજ્જને તેની મદદ કરવાની ભાવનાથી 181 મહિલા હેલપલાઇનમા જાણ કરી હતી.

ભરૂચ 181 મહિલા અભયમ ટીમ અંકલેશ્વર ST ડેપો ખાતે દોડી આવી હતી. અભયમ ટીમ દ્વારા નવ પરિણીતાનું કાઉન્સિલ કરી વિગતે તેની માહિતી મેળવી હતી. હવે પરિણીતા સાસરી કે પિયરમા જવા માગતી ના હતી. જેથી તેની ઈચ્છાનુસાર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners