• પોસ્કોના ગુનામાં સબજેલમાં રહેલા ભાઈને મળવા જતા અન્ય કેદી સાથે ઓળખ થઈ અને મિત્રતા બંધાઈ
  • ભરૂચ શહેરના સાબુગઢ ઝૂપડપટ્ટી વિસ્તારની વિચિત્ર ઘટના, એ ડિવિઝન પોલીસ મથકે ₹12000 ના મોબાઈલની છેતરપિંડીની ફરિયાદ

WatchGujarat. ભરૂચ શહેરના સાબુગઢ વિસ્તારમાં વિચિત્ર ઘટના બની હતી. સબજેલમાં ભાઇને મળવા જતી વેેળાં પરીચયમાં આવેલાં અન્ય એક કેદીને યુવાને તે જેલમાંથી છુટ્યાં બાદ ઘરે લાવ્યો હતો. જોકે, કેદીએ તેનો અને તેના બીજા મિત્રનો મળી 2 મોબાઇલ લઇને ભાગી જતાં તેણે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના સાબુગઢ ઝૂપડપટ્ટી ખાતે રહેતાં મુસ્તાક ઐયુબ મોહંમદ દિવાનનો નાનોભાઇ અશરફ ગુલામનબી દિવાન 13 મહિનાથી પોક્સોના ગુનામાં સબજેલમાં હોઇ તે તેને મળવા અવાર નવાર સબજેલમાં જતો હતો. જ્યાં તે અનિલ અરવિંદ વસાવા નામના અન્ય એક કેદીના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાનમાં ગત 16મી સપ્ટેમ્બરે અનિલ તેની સજા પુર્ણ કરી છુટતાં ફોન કરી મુસ્તાકને તેનેે લેવા બોલાવ્યો હતો.

મુસ્તાક તેને પોતાના ઘરે લાવ્યાં બાદ ભોજન પણ કરાવ્યું હતું. જમીને ગણપતિના મંડપ પાસે કામ અર્થે જતાં અનિલે મુસ્તાક પાસેથી તેનો ફોન વાત કરવા માંગ્યો હતો. જે પેહલા જેલમાંથી છૂટીને આવેલા અનિલ વસાવાએ મુસ્તાકના બીજા મિત્ર મહેશ માળીનો મોબાઈલ પણ વાત કરવાના બહાને લઈ લીધો હતો.

દરમિયાન અનિલે મુસ્તાક દિવાન પાસે પાણી મંગાવી રિક્ષામાં જઇને બેઠો હતો. દરમિયાનમાં એક યુવાન પાણી લાવતાં મુસ્તાકે તેને રિક્ષામાં બેસેલાં અનિલભાઇને આપવા કહેતાં યુવાને ત્યાં જતાં અનિલ ત્યાં જણાયો ન હતો. તપાસ કરવા છતાં તેનો પત્તો ન લાગતાં અન્યના ફોન પરથી મુસ્તાકે પોતાના નંબર પર ફોન કરતાં અનિલે હું તને પછી ફોન આપી જઇશ તેમ કહીં ફોન કાપી નાંખ્યો હતો.

વારંવાર તેની પાસેથી ફોન માંગવા છતાં તે પરત આપી ન જતાં આખરે મુસ્તાકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે 2 મોબાઈલ ફોન કિંમત ₹12000 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. સજા કાપીને આવેલો અનિલ વસાવા 2 મોબાઈલ ચિટિંગ કરી લઈ જતા ફરી આરોપી બની ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud