યુનાઈટેડ આરબ અમિરાત, અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમમાં કાયમી રહેશે પ્રદર્શનમાં
ભરૂચના ગોરી યુસુફ હુસેન 22 વર્ષથી દેશ-વિદેશમાં યોજાતા કેલિગ્રાફી પ્રદર્શનમાં કરે છે ભારતનું પ્રતિનિધિત્વ
કોરોના કાળમાં કલાને જીવંત રાખવા ભરૂચના કેલિગ્રાફીના કલાકારે 12 દેશોમાં ભારત તરફથી ઓનલાઈન કલા પ્રદર્શન યોજયું હતું
WatchGujarat. ભરૂચના કલા સાધક ગોરી યુસુફ હુશેનની એરેબિક કેલિગ્રાફી કૃતિ કાયમ માટે વિશ્વ પ્રસિદ્ધ UAA ના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ મ્યુઝિયમાં સ્થાન પામી છે. જે માત્ર ભરૂચ જ નહિ પણ ગુજરાત અને આખા ભારત માટે ગૌરવની બાબત છે.
ડો. લમિશ અલ કૈશ કે જેઓ ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમના ડાયરેકટર જનરલ છે જેઓની નિગરાની હેઠળ વિશ્વસ્તરીય કક્ષાની અરેબિક કેલીગ્રાફી આર્ટ વર્કનું સિલેક્ટ કરવાની કામગીરી હતી. તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સાધક કલાકાર ગોરી યુસુફ હુશેનજી દ્વારા પ્રસ્તુત કલાકૃતિને સ્થાન આપ્યું છે. જે માટે તેઓની 22 વર્ષની કલા સાધનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ભરૂચના ગોરી યુસુફ હુશેનની કલા વિશેષતા એ છે કે, તેઓ પુરાતન કેલિગ્રાફિ કળામાં નિપુણ છે. તેઓની કલાશૈલીમાં પ્રાચીન કેલિગ્રાફિની બેનમૂન ઝલકના દર્શન થાય છે. તેઓ તેમની હાથ બનાવટના કાગળનો ઉપયોગ કરે છે. અને જે રંગો ઉપયોગમાં લે છે તે હર્બલ રંગો હોય છે. આમ તેઓ બીજી રીતે પ્રાકૃતિક પ્રેમી પણ છે. કુદરતી રંગોથી કેલીગ્રાફિ કાર્ય કરવું એ મહેનત અને ધીરજ માંગી લે છે.
ગોરી હુશેન દેશ વિદેશના આર્ટ એન્ડ કલ્ચર વિભાગ દ્વારા યોજાતા કેલીગ્રાફી પ્રદર્શનોનજ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. દુનિયા આખી જ્યારે કોરોના મહામારીથી ઝઝૂમતી હતી ત્યારે લોકડાઉન દરમિયાન કલાકારોનું મનોબળ વધે એ માટે તેઓએ ઓનલાઇન કલા પ્રદર્શનો યોજી દેશ વિદેશના કલાકારોને સંકલિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તેઓની કલાને વિશ્વ ફલક ( મંચ) પર લાવવા માટે પ્રયત્ન કર્યો છે જે હજુ પણ ચાલુ જ છે. તેઓ અત્યાર સુધી 12 થી વધુ દેશો સાથે ભારતનું કોલોબ્રશન કરી સંયુક્ત રીતે ઓનલાઇન કલા પ્રદર્શનો કરી ચૂક્યા છે. જેમાં દેશ વિદેશના થઈને 2000 થી વધુ કલાકારોનો અને તેમની કલાનો પરિચય કરાવી તેઓએ ભારત અને વિશ્વના દેશોની કલાને એક મંચ પર લાવવાની નિઃસ્વાર્થ કામગીરી કરી છે.
બીજું મહત્વનું એ છે કે તેઓ આવા પ્રદર્શન નિ:શુલ્ક યોજે છે. તેઓ છેલ્લા 22 વર્ષથી કેલિગ્રાફી કલા સાધના કરે છે. તેઓની આગવી પ્રાચીન કલા શૈલી દ્વારા તેઓએ બેનમૂન કેલિગ્રાફી કલાને વિશ્વ મંચ પર પ્રસ્તુત કરતાં આવ્યા છે. પ્રાચીન કલાને તેઓએ જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેઓ એક ઉમદા ગુરૂ પણ છે. તેઓ કલાકારોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે. નિસ્વાર્થભાવે આ કલાને સતત જીવંત રાખવા માટે પ્રયત્નો કરતા આવ્યા છે.
ખાલવા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબી દ્વારા સંચાલિત આ વિશ્વકક્ષાના મ્યુઝિયમમાં સ્થાન પામવા માટે સમસ્ત વિશ્વમાંથી કેલિગ્રાફી વિષય આધારિત કલાકૃતિઓ પસંદ કરવામાં આવી હતી. જેમાં ભારતમાંથી ભરૂચના ગોરી હુશેન દ્વારા પ્રસ્તુત ઉત્કૃષ્ઠ કૃતિ જે હાથ બનાવટના કાગળ પર પ્રાકૃતિક રંગો અને પ્રાચીન શૈલીથી તૈયાર કરવામાં આવી હતી તે સ્થાન પામી છે.