• ભરૂચના ઝાડેશ્વર રોડ પર SBI નું ATM સોમવારે સવારે તોડવા જતા સુપરવાઈઝર સાથે ઝપાઝપી, નંબર પ્લેટ વગરની આઈ20 કાર લઈ તસ્કરો ફરાર
  • ભરૂચમાં મહિલા દુકાન માલિકની સમયસૂચકતા અને સુપરવાઇઝરની હિંમતના કારણે લાખોની કેશ ચોરી થતા બચી
  • મંગળવારે અંકલેશ્વરના મીરાનગરમાં AXIS બેંકનું ATM તોડી કેશ ચોરવાના પ્રયાસના સામે આવ્યા CCTV

WatchGujarat. ભરૂચ અને અંકલેશ્વરમાં ATM તોડતી તસ્કર ટોળકી સક્રિય થઈ હોવાનું 21 કલાકમાં જ 2 ATM તોડવાની સામે આવેલી ઘટનાથી ફલિત થઈ રહ્યું છે. ઝાડેશ્વર રોડ ઉપર આવેલા વિશ્વમ કોમ્પ્લેક્ષમાં સોમવારે સવારે 7 વાગ્યાના અરસામાં SBI ના ATM માં બે તસ્કરો પ્રવેશ્યા હતા. જે અંગે મહિલા દુકાન માલિક પારૂલબેન વ્યાસે બેંગ્લોર ATM નું મેન્ટેનન્સ અને મોનીટરીંગ કરતી એમ્ફોસીસ કંપનીને કોલ કર્યો હતો.

કંપનીના ભરૂચ મહમદપુરા રહેતા સિનિયર એક્ઝિક્યુટિવ મુબારક પટેલે તુરંત સૂપરવાઈઝર દિનેશ ખત્રીને કોલ કરી દોડાવ્યો હતો. બીજી તરફ મકાન માલિકે ભરૂચ પોલીસ કંટ્રોલ ઉપર પણ એટીએમમાં ચોરીનો કોલ કર્યો હતો. સુપરવાઈઝર દિનેશ ખત્રી એટીએમ ઉપર પોહચતા 2 તસ્કરો CCTV કેમેરા ઉપર કાળી પટ્ટી લગાવી,એસેમ્બલી શટર તોડી, પટ્ટી નાખી મશીનમાંથી રોકડા કાઢતા નજરે પડ્યા હતા.

સુપરવાઇઝરે બન્ને તસ્કરોને પડકારી દુકાનનું શટર પાડવાનો પ્રયાસ કરતા ઝપાઝપી કરી તસ્કરો નંબર વગરની આઈ20 કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી. ATM તોડવાની બીજી ઘટના મંગળવારે મળસ્કે અંકલેશ્વરના મીરાનગરમાં આવેલ AXIS બેંકના ATM ખાતે પણ બની હતી. જેમાં પણ 2 તસ્કરો માથા અને મોઢા ઉપર સફેદ રૂમાલ ઢાંકી મશીન તોડી રોકડાની ચોરી કરવાના પ્રયાસમાં CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. શહેર પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરૂચમાં મહિલા દુકાન માલિકની સમયસૂચકતા અને સૂપરવાઇઝરની હિમતના કારણે SBI ના ATM માં CMS એજન્સીએ એક દિવસ પેહલા જ ભરેલી લાખોની કેશ ચોરી થતા બચી ગઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud