• સ્કોટ કેઈસા કંપનીની સામેથી પસાર થતા હતા તે વેળાં સામેથી આવી રહેલી ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારતાં બંને યવકો રોડ પર પટકાયા
  • પોલીસ અને 108 ને જાણ કરાતા બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની પોલીસે તજવીજ હાથ ધરી
  • આમોદના આમલીપુરા ગામના બે યુવાનોના મોતથી વણકર સમાજ અને ગામમાં શોકનું મોજું

WatchGujarat. જંબુસર તાલુકાનાં વાવલી ગામ પાસે વડોદરા જવાનાં માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે આશાસ્પદ યુવકોનાં મોત નિપજ્યાં હતા. આમોદ નગરના આમલીપુરા ગામે વણકરવાસમાં રહેતા બે યુવાનો પરેશભાઈ અને રવિભાઈ વડોદરા કામ અર્થે ગયા હતા. જેઓ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જંબુસર તાલુકાના અણખી ગામે નજીક અકસ્માત નડ્યો હતો.

આમોદના આમલીપુરા વિસ્તારના બે આશાસ્પદ યુવાનો રવવિકુમાર ભરતભાઈ પરમાર અને પરેશ રમણભાઈ રણા કોઈ કામ અર્થે અભોર ગામે ગયા હતા. જ્યાંથી બાઈક ઉપર પરત આમોદ આવી રહ્યા હતા. દરમિયાન આણખી રોડ પર વાવલી પાસે સ્કોટ કેઈસા કંપનીની સામેથી પસાર થતા હતા તે વેળાં સામેથી આવી રહેલી ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારતાં બંને યવકો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાને પગલે રવિ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા વળી ગયા હતા. પોલીસ અને 108 ને જાણ કરાતા બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી. જ્યારે પરેશ રણાને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ લઈ જવાતા સારવાર પૂર્વે જ મોત નિપજ્યું હતું. બે યુવાનોના મોતને પગલે ગ્રામજનો અને સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud