• રાજપીપળામાં બીરસા મુંડાની જન્મજયંતીએ જનજાતિ ગૌરવ દિવસમાં સાંસદ મનસુખ વસાવા પોતાને હિન્દૂ નહિ માનનારા આદિવાસીઓ ઉપર જાહેર મંચ પરથી ગજર્યા
  • શબરીથી લઈ બીરસા મુંડા, ટાંટિયા ટોપે સહિતના કેટલાય આદિવાસીઓએ રાષ્ટ્ર અને ધર્મ નિર્માણમાં આપ્યું યોગદાન
  • બે પેઢી પાછળ જાવ તમારા બાપદાદા શ્રીરામ, ભાથુંજી મહારાજ અને કાલકા માતાને જ માનતા હતા

WatchGujarat. રાજપીપળામાં બીરસા મુંડાની જન્મજયંતીએ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા કરાયું હતું. જેમાં જાહેર મંચ ઉપરથી આદિવાસી હિંદુ નથી ના નિવેદનો કરતા લોકો ઉપર સાંસદ મનસુખ વસાવા મનમૂકીને બેફામ વરસી પડ્યા હતા.

સોમવારે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ઉજવવામાં આવી હતી.જેમાં હજારો આદિવાસી યુવાનો યુવતીઓ અને આગેવાનો જોડાયા હતા. MP મન્સુકગ વસાવાએ આદિવાસી હિન્દૂ હોવાના મુદ્દે આક્રમકતા સાથે પોતાનું ઉદબોધન કર્યું હતું. આદિવાસી હિન્દૂ છે, હિન્દૂ છે અને રેહશેના તેમના નિવેદન સાથે તેઓએ, કહ્યું હતું કે અમે લોકો ખૂબ લડીએ છીએ, આ નાલાયક લોકો સામે. હું બોલું છું એ સમજી વિચારીને. આ લોકો કહે છે કે, આદિવાસી હિંદુ નથી.

તેમ કહી ભરૂચ-નર્મદા MP એ કહ્યું હતું કે, અલા તમારો બાપ ઇતિહાસ જોવો તમે. શબરી માતા કોણ હતા, ભાઈ બીરસા મુંડા થી લઈ ટાંટિયા ટોપે થી માંડી કેટકેટલા આદિવાસી નેતાઓ થઈ ગયા, જેઓએ ધર્મ અને રાષ્ટ્ર માટે કામ કર્યું છે. આદિવાસી હિંદુ નથી તેમ તમે કોના ઈશારે બોલો છો, અમને ખબર છે ભાઈ. આ વિદેશી પાદરીના ઈશારે તમે આ બધું બોલો છો. થાય તે તોડી લેજો જાવ. બે પેઢી પાછળ જાવ તમારા બાપ દાદા રામને માનતા, ભાથીજી ને માનતા, કાલી માતાને માનતા હતા. આદિવાસી હિન્દૂ છે અને હિન્દૂ રહેવાનો છે.

Facebook Comments Box

Videos

Our Partners