• અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાં 2 દિવસથી ગુમ બન્નેના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા
  • તાલુકા પોલીસ મથકે હાલ તો આપઘાતનો ગુનો દાખલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ હકીકતો બહાર આવશે
  • કોસમડીમાં બ્યુટી પાર્લર ચલાવતા મુસ્લિમ યુવાનના સલૂનમાં હિન્દૂ યુવતી છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરતી હતી

WatchGujarat. અંકલેશ્વર માં ત્રણ સંતાનના 36 વર્ષીય મુસ્લિમ પિતાએ પાર્લરમાં કામ કરતી 19 વર્ષીય હિન્દૂ યુવતી સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત ની માંગરોળ તાલુકાના બોઈંદરાની યુવતી જોડે વિધર્મી યુવાનનો પ્રેમ સંબંધ હોવાની આશંકા સેવાઈ રહી છે.

કોસમડી ખાતે આવેલ અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. છેલ્લા દોઢ વર્ષ થી સાથે કામ કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. બાકરોલ ગામના તળાવમાંથી બાંધેલી હાલત માં યુવક યુવતીના મૃતદેહ મળ્યા હતા. યુવતી પરિવાર દ્વારા બે દિવસ પૂર્વે જ ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગતો અનુસાર સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામે રહેતી 19 વર્ષીય મહિમા વિજય ભાઈ ગોહિલ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના ૩૬ વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી.

તારીખ 24 મી જાન્યુઆરી ના રોજ સાંજે છ વાગ્યાથી યુવતી પરત ઘરે ન આવતા તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી જેની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી જીઆઇડીસી પોલીસે તપાસ કરતા અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું .દરમિયાન તારીખ 26 મી ના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બન્ને ના હાથ બંધાયેલ હાલત માં મૃતદેહો મળી આવતા ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બન્ને મૃતદેહો ને પાણી માંથી બહાર કાઢ્યા હતા અને બન્ને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી બનાવ અંગે પ્રાથમિક અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બને ના મૃતદેહ એકમેજ જોડે હાથ બાંધેલી હાલત માં મળી આવ્યા હતા જે જોતા બંને પ્રેમ સંબંધ માં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે. જો કે આ બાબતે બંને મૃતક ના પરિજનો ધ્વરા કોઈજ ફોડ પાડ્યો નથી જેને લઇ પોલીસ પણ આપઘાત પાછળ ખરેખર કારણ પ્રેમ સંબંધ છે કે કેમ તે તપાસ શરૂ કરી હતી. હાલ તો પ્રાથમિક પ્રેમ સંબંધ માં આપઘાત કર્યો હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કર્યો છે. ત્યારે બંને મૃતક ના પરિજનો ના જવાબ આવ્યા બાદ આપઘાત પાછળ નું કારણ બહાર આવી શકશે.

Facebook Comments Box

Videos

Our Partners