• મહેશ વસાવા તથા અરવિંદ કેજરીવાલની દિલ્લી ખાતે મુલાકાત
  • હવેની અગ્રીમ બેઠક કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મળશે
  • બન્ને નેતાઓ મળ્યા બાદ પરસ્પર સમજૂતી સંધાઈ તો BTP-AAP ભેગા મળી ગુજરાતમાં ભાજપ સામે ચૂંટણી જંગમાં ઉતરશે
  • સર્વને સવિધાનના અધિકાર, પ્રાથમિક સવલતો અને હકો મળવા મુદ્દે દિલ્હીમાં કેજરીવાલજી સાથે ચર્ચા થઈ : BTP MLA મહેશ વસાવા
  • અરવિંદ કેજરીવાલજી એ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો પ્રસ્તાવ મુક્યો, અમે BTP સાથે ગઠબંધનની વાત કરી

WatchGujarat. કોંગ્રેસ રાજમાં BJP એ ગુજરાતથી દિલ્હી સર કરવા સફર ખેડી હતી હવે દિલ્હીથી ગુજરાત જીતવા આપ અને બિટીપી જોડાણ કરવા વાટા ઘાટો અને મુલાકાતનો દોર આગળ ધપાવી રહ્યું છે.

પંજાબ બાદ ગુજરાત સર કરવાનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. જેને લઈ આમ આદમી પાર્ટી AAP ગુજરાતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP સાથે ચૂંટણી લક્ષી ગઠબંધન માટે બેઠકો અને વાટાઘાટોનો દોર આગળ વધારી અંતિમ તબક્કાની તૈયારીઓમાં ઓતપ્રોત બની રહ્યું છે. અગાઉ AAP એ BTP ના છોટુ વસાવાની તેમના નિવાસ સ્થાને બેઠક યોજી દિલ્હીનું આમંત્રણ આપતા રવિવારે BTP ધારાસભ્ય મહેશ વસાવાએ દિલ્હીમાં કેજરીવાલ જોડે બેઠક યોજી હતી.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે તે દિશામાં વાટાઘાટો ચાલી રહી છે. બીટીપી. ના મહેશ વસાવાએ દિલ્લી ખાતે આપના અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

નવી ચૂંટણી નવું ગઠબંધન આ સિલસિલો છે ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાનો. ભૂતકાળમાં જનતાદળ (યુ) માંથી સતત ચૂંટાતા અને ભાજપા, કોંગ્રેસ અને AIMIM સાથે ગઠબંધન કરી ચુકેલા છોટુ વસવા હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં જે જ્વલંત વિજય હાંસલ કર્યો છે, તે બાદ ગુજરાતમાં પણ ચૂંટણી ટાણે આપે આગળ વધવા BTP સાથે જોડાણની ગતિવિધિઓ તેજ બનાવી આગળ ધપાવી છે.

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીટીપીની રીક્ષા અને આમ આદમી પાર્ટીનું ઝાડું જોડાય તે દિશામાં વાટાઘાટો ચાલી રહી છે. તાજેતરમાં આપના ગોપાલ ઈટાલીયા તથા ઈશુદાન ગઢવીએ BTP ના છોટુભાઈ વસાવાની મુલાકાત કરી હતી અને દિલ્લી ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાતનું નિમંત્રણ આપ્યું હતું. જેને ધ્યાને લઇ મહેશ વસાવા દ્વારા રવિવારે તેઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને ચર્ચા વિચારના કરવામાં આવી હતી.

દિલ્હીમાં કેજરીવાલ સાથેની બેઠક અંગે MLA મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમારી વચ્ચે સર્વેના સવિધાનીક અધિકારો, પ્રાથમિક સવલતો અને જરૂરિયાતો જેવી કે પાણી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, વીજળી વિશે ચર્ચા કરવામાં આવી હતી. CM અરવિંદ કેજરીવાલે તેઓને આપમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું, જો કે મહેશ વસાવા દ્વારા આપમાં ન જોડાઈ ગઠબંધનના મુદ્દે ચર્ચા કરી હતી. વાતોનો દોર શરુ થયો છે અને આગામી સમયમાં છોટુ વસાવા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત લેશે અને આ ગઠબંધન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવશે.

બીટીપીના છોટુ વસાવાનો નવી ચૂંટણી નવી પાર્ટી સાથેના ગઠબંધનનો સિલસિલો યથાવત : રાજકીય ચર્ચાઓ જોરશોરમાં

ઝઘડિયામાં AAP ના ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટલીયાએ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની મુલાકાત તેમના નિવાસ સ્થાને લીધા બાદ દિલ્હીનું આમંત્રણ આપ્યું હતું. જેમાં BTP MLA મહેશ વસાવાએ રવિવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. હવે રાજકીય ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે. ભાજપ સહિત અન્ય પક્ષમાં ચાલતી ચર્ચા મુજબ દરેક નવી ચૂંટણીમાં BTP નવી પાર્ટી સાથે ગઠબંધન કરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AIMIM સાથે જોડાણ કર્યું હતું. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે આપ સાથે જોડાણની ગતિવિધિ ચાલી રહી છે. ગુજરાતની જનતા આ ગઠબંધન થયું તો તેને સ્વીકારશે કે નહીં તે તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે.

ગુજરાતમાંથી ભાજપાને હંફાવવા બીટીપીની રીક્ષામાં સવાર થશે આમ આદમી પાર્ટીનું ઝાડું

જો બન્ને પક્ષે વાટાઘાટો આગળ વધી પરિપક્વ રીતે જોડાણ ઉપર સહસમતી સંધાઈ તો ગુજરાતમાં ભાજપને હંફાવવા બિટીપીની રીક્ષામાં સવાર થશે આમ આદમી પાર્ટીનું ઝાડુ. હવે આ ગઠબંધન કેટલું સફળ અને ભાજપ માટે કેટલું પડકારરૂપ રહેશે તે તો આવનાર સમય અને ચૂંટણી બાદના પરિણામો પછી જ ખબર પડશે. હાલ તો આ જોડાણને લઈ આપ અને બિટીપી આગેવાનો તેમજ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ક્યારે, કઈ રીતનું અને કેવું ગઠબંધન થાય છે તેના પર સૌ કોઈની નજર કેન્દ્રિત થઈ છે.

દિલ્હીની સરકારી શાળાઓ અને મોહલ્લા ક્લિનિકથી BTP પ્રભાવિત

BTP પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ, ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ રવિવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ સરકારી શાળાઓની પણ મુલાકાત લીધી હતી. દિલ્લીની સરકારની શાનદાર સરકારી શાળાઓની મુલાકાત લઈને મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવી શાળાઓ બને તો આદિવાસી સમાજમાં શિક્ષણની તકો વધારી શકાય છે. BTP MLA દિલ્હીની આંતરાષ્ટ્રીય કક્ષાની સરકારી શાળાઓ અને મહોલ્લા ક્લીનીક જોઈને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીથી ખુબ જ પ્રભાવિત થયા છે.

Facebook Comments Box

Videos

Our Partners