• વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા ડેડીયાપાડામા હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા
 • કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંગન થતા ડેડીયાપાડાના ધારાસભ્ય સહીત બીટીપીના 16 આગેવાનો સામે ગુનો દાખલ થયો
 • ડેડીયાપાડાની પોલીસે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંગન સહીત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો નોંધી બીટીપીના 16 આગેવાનો સામે ફરિયાદ કરતા રાજકીય મોરચે ગરમાવો

WatchGujarat.  નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારની ગાઇડલાઇન પ્રમાણે 400 લોકોની મંજૂરી આપવામાં આવી હતી. જેની સામે અનેક લોકો એકત્રિત કરતા મંજૂરીનો ઉલ્લંઘન કરનારા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવા સહીત બીટીપીના 16 આગેવાનો વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંગન સહીત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો હેઠ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને પગલે રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો હતો.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપનીની અધ્યક્ષ હેઠળ મળેલી કોર કમિટીમાં જાહેર સમારંભ યોજવામાં જે પહેલા 200 લોકોની મંજૂરી આપવામાં આવતી હતી. હાલ તેમાં છૂટછાટ આપી 400 લોકો કોઈ જાહેર સમારંભમાં એકત્રિત થઇ શકે તેની મંજૂરી આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. જેના પગલે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા ડેડીયાપાડાના એસ.ડી.એમ (Sub-Divisional Magistrate)એ કોરોના ગાઈડલાઈન સહીત તાજેતરમાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અંતર્ગત સમારંભમાં 400 લોકો એકત્રિત થઇ શકશે તેની મંજૂરી આપી હતી. પરંતુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ડેડીયાપાડા પોલીસની ફરિયાદ અનુસાર 1,600 લોકોની આજુબાજુ જનમેદની એકત્રિત હોવાનું જાણ થતા પોલીસે ડેડીયાપાડાના ધારાસભ્ય સહીત બીટીપી (Bharatiya Tribal Party) ના 16 આગેવાનો વિરુદ્ધ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંગન સહીત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો નોંધી તમામની ધરપકડ કરી હતી.જેને પગલે સમગ્ર ડેડીયાપાડામાં ખળભળાટ મચી ગઈ હતી.

ધારાસભ્ય સહીત 16 બીટીપીના આગેવાનો સામે ગુનો નોંધાયો

 • મહેશભાઈ છોટુભાઈ વસાવા – BTP MLA
 • મગનભાઈ ખેતીયાભાઈ વસાવા
 • નરપતભાઈ પારસીંગભાઇ વસાવા
 • નિશારભાઈ ચિરાગભાઈ કુરેશી
 • બિપીનભાઈ રામસીંગભાઇ વસાવા
 • માધવભાઈ અમરસીંગભાઇ વસાવા
 • મગનભાઈ પોહનાભાઈ વસાવા
 • દિનેશભાઇ ઉબડીયાભાઈ વસાવા
 • મહેશભાઈ ગેબુભાઈ વસાવા
 • ધર્મેન્દ્રભાઈ શુક્લભાઈ વસાવા
 • બહાદુરભાઈ દેવજીભાઈ વસાવા
 • કે મોહન આર્ય
 • જગદીશભાઈ મંછીભાઈ વસાવા
 • દેવેન્દ્રભાઈ જેઠાભાઇ વસાવા
 • ચેતરભાઈ ધમજીભાઈ વસાવા
 • વિક્રમભાઈ મોતિસિંગ વસાવા
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud