• પુરઝડપે રહેલી પીકઅપ વાન વૃક્ષ સાથે અથડાતા 8 મજૂરોને ગંભીર ઇજા
  • ઇજાગ્રસ્તોને પ્રથમ વાલિયા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ રીફર કરાયા
  • મધ્યપ્રદેશની મહિન્દ્રા પીકઅપમાં જંબુસર ઈંટોના ભથ્થા ઉપર મજૂરો જઈ રહ્યા હતા

WatchGujarat. ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા રોડ ઉપર ચમારીયા ગામના પાટીયા પાસે અચાનક માર્ગ ઉપર ભેંસ આવી જતા મધ્યપ્રદેશથી મજૂરો ભરીને આવતી પીકઅપ રોડની બાજુમાં આવેલ વૃક્ષ સાથે અથડાય પલ્ટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર 17 મજૂરો ફંગોળાતા તેમાંથી એક બાળક સહિત 8 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે વાલિયા અને ભરૂચ રવાના કરાયા હતા. બનાવને લઈ આજુબાજુના લોકો આવી બચાવ કામગીરી કરી હતી.

મધ્યપ્રદેશના નેવાલી તાલુકાના જામનીયા ગામના રોવિન સોનારિયા બોલડે તેમજ અન્ય 16 થી વધુ ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો મહિન્દ્રા પિક અપ ગાડીમાં સવાર થઈ મધ્યપ્રદેશથી જંબુસર ખાતે ઈટોના ભઠ્ઠા પર જઈ રહ્યા હતા. આ અરસામાં વાલીયા નેત્રંગ રોડ ઉપર આવેલ ચમારિયા ગામના પાટિયા પાસે પશુ આકસ્મિક આવી જતા પિક અપ વાનનો ચાલક તેને બચાવવા જતા પીક અપ રોડની સાઈડે આવેલા વૃક્ષ સાથે પુર ઝડપે અથડાતા પલ્ટી મારી અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમા 17 થી વધુ મજૂરો ગાડીમાંથી ફંગોળતાં ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 8 મજૂરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પ્રથમ વાલીયા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 8 લોકોની હાલત ગંભીર જણાતા તેઓને 108 માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માત અંગે વાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગંભીર રીતે ઘવાયેલા MP ના  8 ઇજાગ્રસ્તો

– રોવીલ સોનારીયા બોલડે ઉવ.22

– સુનિલ ગિલદાર ચૌહાણ ઉ.વ. 18

– મોહબાઈ નરેશ આર્ય  ઉ.વ. 34

– સંગીતાબેન રવિદાસ બોલડે ઉ.વ.21

– ગોવિલ રોવીલ બોલડે ઉ.વ. 8

– કાવીબેન ભાઈદાસ ચૌહાણ ઉ.વ. 33

– હરિસિંગ આપસીન બરડે

– નરેશ લાલસિંગ આર્ય

Facebook Comments Box

Videos

Our Partners