₹ 29 લાખનું ચોરીનું ફીનોલ કેમિકલ સહિત કુલ ₹42.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કેમિકલ ચોરી કરતી ગેંગનો એક સાગરીત ઝડપાયો, મુખ્ય સૂત્રધાર સહિત 6 ઈસમોને અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા
દહેજમાં જતા આવતા ટેન્કરોને નિશાન બનાવી ટોળકી કેમિકલ ચોરી કરતી હતી
[caption id="attachment_1395818" align="aligncenter" width="640"] Bharuch - chemical theft scam busted[/caption]
WatchGujarat. દહેજના અટાલી ગામની સીમમાં આવેલા બંધ સ્કિલ અપગ્રેડેશન સેન્ટરમાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડને શુક્રવારે રાતે ભરૂચ LCB પોલીસે ઝડપી પાડી ₹29 લાખનું ચોરીનું કેમિકલ સહિત કુલ ₹42.32 લાખના મુદ્દામાલ સાથે ટોળકીના 1 આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચ LCB PI જે.એન.ઝાલા સહિતની ટીમે દહેજના અટાલી ગામની સીમમાં બંધ સ્કિલ અપગ્રેડેશન સેન્ટરમાં શુક્રવારે દરોડો પાડ્યો હતો. કમ્પાઉન્ડમાં અટાલી ગામનો ઇન્દ્રજીતસિંહ જયસિંહ ચાવડા દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવતા જતા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી પોતાના સાગરીતો સાથે રેકેટ ચલાવતો હતો.
LCB ની રેડમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા પાલેજનો સરફરાઝ મોહમદ હસન દિવાન રંગેહાથ પકડાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી 24 મેટ્રિક ટન ફીનોલ કેમિકલ કિંમત ₹ 29 લાખ,બેરલોમાં ભરેલું 400 લીટર કેમિકલ, પીક અપ વાન, ટેન્કર, ઇલેક્ટ્રિક મોટર, મોબાઈલ અને ખાલી બેરલો મળી કુલ ₹42.32 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. કેમિકલ ચોરીના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અટાલીનો ઇન્દ્રજીત ચાવડા, સત્તાર ઉર્ફે સમીર મલંગ શાહ દિવાન, કનુ જોગરાના, ખલીલ ઇસ્માઇલ દિવાન સહિત 6 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી ધરી છે.
કેમિકલ કૌભાંડના વોન્ટેડ આરોપીઓ
- ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દ્રો જયસિંહ ચાવડા રહે. અટાલી
- સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન રહે- પાલેજ
- કનુભાઇ જોગરાણા રહે.- વડોદરા
- ખલીલ ઇસ્માઇલ દિવાન રહે.- પાલેજ જી.ભરૂચ
- ઐયુબ ગજ્જ રહે , જોલવા તા - વાગરા
- ટેન્કર નંબર GJ - 12 - AZ - 7215 નો ડ્રાઇવર જેનું નામ સરનામુ જણાઇ આવેલ નથી
- ₹ 29 લાખનું ચોરીનું ફીનોલ કેમિકલ સહિત કુલ ₹42.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- કેમિકલ ચોરી કરતી ગેંગનો એક સાગરીત ઝડપાયો, મુખ્ય સૂત્રધાર સહિત 6 ઈસમોને અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા
- દહેજમાં જતા આવતા ટેન્કરોને નિશાન બનાવી ટોળકી કેમિકલ ચોરી કરતી હતી
[caption id="attachment_1395818" align="aligncenter" width="640"]
Bharuch - chemical theft scam busted[/caption]