•  ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં પુત્ર મૃગાંકના જન્મદિવસની કેક કાપી ઉજવણી
  •  કલેકટર સાથે તેમના પત્ની અને માતા-પિતા પણ જોડાયા હતા
  •  સંસ્થામાં ડેકોરેટીવ-ઇનોવેટિવ કલાસીસ અને કોમ્પ્યુટર સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરાયું

WatchGujarat.ભરૂચની ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા તેમના સંપૂર્ણ પરિવાર સાથે તેઓના પુત્ર મૃગાંકના જન્મ દિનની ઉજવણી માટે પધાર્યા હતા. સંસ્થાના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

કલેકટર તરફથી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા આખા દિવસ નું સુરુચિ ભોજન આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અને તેમના પુત્રે પોતાના હાથે જ દિવ્યાંગ બાળકોને ભોજન પિરસ્યું હતું.

સંસ્થાના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અદામા કંપની દહેજ તરફથી આપેલા ડેકોરેટિવ અને ઇનોવેટિવ ક્લાસીસ તથા લુબ્રિઝોલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલા કોમ્પ્યુટર ક્લાસીસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ કલેકટરના પરમ મિત્ર (ઈન્કમટેક્સ જોઇન્ટ કમિશનર અમદાવાદ) તેમના માતા- પિતા , ધર્મપત્ની સાથે સંપૂર્ણ પરિવાર સાથે હાજર રહ્યા હતા.

સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સંસ્થાના સારા સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. આ શુભ અવસરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય . મંડોરી, અદામા કંપનીના સૌરભ મહેતા, લુબ્રિઝોલ કંપનીના હેડ કિશોર ચૌહાણ, મેનેજર અમીત પંડયા તથા સપ્લાય ચેઈન મેનેજર ભાવીક પટેલ , અસ્મિતા સંસ્થાના પ્રમુખ યશવંત પટેલ , ઉપપ્રમુખ મગનભાઈ હનિયા , મેનેજિંગ ટ્રસ્ટી સમીર પટેલ તથા ખજાનચી કિર્તી પટેલ હાજર રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud