• હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામના મતદાન મથકોની કલેકટર તુષાર સુમેરાએ સરપ્રાઈઝ વિઝીટ કરી
  • જિલ્લા સમાહર્તાએ રતનેશ્વર અને વમળનાથ મહાદેવ મંદિરે કર્યો જળાભિષેક
  • સરલા બસંત બિરલા વિશ્રાન્ટીની ધર્મશાળા અને સાયકલોન સેન્ટરની પણ મુલાકાત સાથે કામગીરીનું નિરીક્ષણ

WatchGujarat. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ રવિવારે ખાસ ઝુંબેશમાં કામગીરીના નિરીક્ષણ માટે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમારે જિલ્લાના છેવાડાના હાંસોટ તાલુકાના ગામે 3 બુથ લેવલે પોહચ્યા હતા. સરપ્રાઈઝ વિઝીટ સાથે જિલ્લા સમાહર્તાએ બે પૌરાણિક શિવ મંદિરોએ જળાભિષેક કરી સાયકલોન સેન્ટર અને પરિક્રમાવાસીઓ માટેના વિશ્રામ ગૃહની પણ મુલાકાત લીધી હતી.

ભારતના ચૂંટણી પંચ ધ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશના 4 દિવસ તરીકે નવેમ્બર મહિનાના 3 રવિવાર અને એક શનિવાર નિયત કરાયો છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસ આજે રવિવારે જિલ્લા કલેકટર તુષારા સુમેરાએ હાંસોટ તાલુકાના વમલેશ્વર બુથ નંબર 46, કતપોર 43/257 અને  કતપોર 42-1મતદાન મથકની આકસ્મિક મુલાકાત લીધી હતી.

બુથ લેવલે પોહચી ફોર્મની ચકાસણી કરી બુથ લેવલ ઓફિસર ધ્વારા થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું . આ મુલાકાત વેળાએ કલેકટરએ વમલેશ્વર ગામ ખાતે આવેલા રતનેશ્વર મહાદેવ અને વમળનાથ મહાદેવ મંદિરના દર્શન કરી જળાભિષેક પણ કર્યો હતો.

નર્મદા પરિક્રમાવાસીઓ માટે બનાવેલા સરલા બસંત બિરલા વિશ્રાન્ટીની ધર્મશાળાની અને કતપોર ખાતે આવેલા સાયકલોન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. કતપોર ગામે બની રહેલા સી.સી રોડના કામની પણ કલેકટરે ચકાસણી કરી હતી. આ વિઝીટમાં અંકલેશ્વર પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, હાંસોટ મામલતદાર ફ્રાન્સિસ વસાવા અંકલેશ્વર મામલતદાર અલ્પેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ ગુજરાત અને ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1 નવેમ્બરથી હાથ ધરાયો છે. જેમાં ખાસ કરી તા. 14, 21, 27 અને 28 નવેમ્બરે વિશેષ ઝુંબેશ ચલવાઈ રહી છે.

જેના ભાગરૂપે આજે પ્રથમ રવિવારે ભરૂચના તમામ મતદાન મથકોએ BLO ની ઉપસ્થિતિમાં નવા મતદારો નોંધણી, નામ કમી, નામ અને અટક સુધારવા માટે ખાસ આયોજન કરાયું હતું. જોકે શહેર અને જિલ્લાના કેટલાક મતદાન મથકો સવારથી જ નહીં ખુલતા કે BLO હાજર નહિ હોવાની ફરિયાદો ઉઠી હતી.

Facebook Comments Box

Videos

Our Partners