યુ,કે થી ટંકારીયા 6 દિવસ પેહલા આવેલા પરિવારના 3 લોકો પૈકી એક મહિલા સભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
કોરોના સંક્રમિત મહિલાનો ઓમિક્રોન ટેસ્ટનો રિપોર્ટ 6 દિવસ બાદ પોઝિટિવ આવ્યો
WatchGujarat. ભરૂચ જિલ્લામાં 6 દિવસ પેહલા લંડનથી આવેલા ટંકારીયાના પરિવારના 3 વ્યક્તિઓ પૈકી મહિલા અમદાવાદ એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે તેનો એમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જિલ્લામાં એમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. શનિવારે પણ સાંજ સુધીમાં જ કોરોનાના 5 કેસ આવતા કુલ એક્ટિવ કેસનો આંક 35 થયો છે.
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં વધતા જતા કેસને લઈ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી ડિસેમ્બરમાં આવતા NRI ના પ્રવાહને લઈ વહીવટી તંત્ર અને પ્રજાના માથે જોખમ તોળાઈ રહ્યું છે.
ગત શનિવારે રાતે યુ.કે.થી આવેલા 3 વ્યક્તિ પૈકી એક મહિલાનો અમદાવાદ એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું હતું. અમદાવાદથી મહિલાને ભરૂચ લવાયા બાદ આજે શનિવારે તેનો એમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ સત્તાવાર કેસ બાદ હવે સ્થિતિ વણસે ના તે જરૂરી છે. હાલ તો ભરૂચની ખાનગી હોસ્પિટલમાં આ મહિલાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે જેને ફાઇઝરની રસીના બે ડોઝ લીધા હતા. દરમિયાન જિલ્લામાં શનિવારે પણ સાંજ સુધીમાં કોરોનાના નવા 5 કેસ નોંધાવા સાથે કુલ એક્ટિવ કેસનો આંક 35 ઉપર પોહચ્યો છે.
અગાઉ ઝાડેશ્વર ગામનો યુવાનનો રિપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. જોકે તે યુવાને વડોદરા સારવાર લીધી હોવાથી જિલ્લામાં સત્તાવાર ઓમિક્રોન કેસની પ્રથમ એન્ટ્રી માનવામાં આવી રહી છે.