• નર્મદાના નંદોદમાં ₹10 ની લાંચ લેતા એક કર્મચારી ઝડપાયો
  • BPLનો દાખલ કાઢી આપવા ₹10 ની  લાંચ લેતા ACB એ પકડો
  • નિઃશુલ્ક કાઢી આપવાના બીપીએલ કાર્ડ માટે લેવાતી હતી લાંચ
  • નાંદોદ તાલુકા પંચાયતનો ડી.આર.ડી.એ શાખાનો કરાર આધારિત કર્મી વસુલતો હતો ₹10 થી 15

WatchGujarat. આદિવાસી નર્મદા જિલ્લામાં લાંચ લેવાનો અનોખો કિસ્સો બહાર આવ્યો છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને BPL ના કાર્ડ કાઢી આપવા નાંદોદ તાલુકા પંચાયતનો કરાર આધારિત કર્મચારી રૂપિયા 10 થી 15 નું ઉઘરાણું કરતો હતો. નર્મદા જિલ્લાના નંદોદ તાલુકામાંથી લાંચનો નોખો કિસ્સો સામે આવ્યો છે. નાંદોદ તાલુકા પંચાયતના કરાર આધારિત કર્મચારીને માત્ર 10 રૂપિયાની લાંચ લેતા ACB એ રંગે હાથ પકડી પાડ્યો છે.

નર્મદા જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળી હતી કે, નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે. જોકે આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 10 થી 15 સુધીની લાંચની રકમ લેવામાં આવે છે. અને જો કોઈ આ લાંચની રકમ ન આપે તો તેને ધક્કા ખવડાવવામાં આવે છે.

જે અંગેની ખરાઈ કરવા નર્મદા એ.સી.બી એ એક જાગૃત નાગરિકને સાથે રાખી નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે છટકાનું આયોજન કર્યું હતું. દરમિયાન નાંદોદ તાલુકા પંચાયતનો ડી.આર.ડી.એ શાખાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પ્રવિણ શનાભાઈ તલાર જાગૃત નાગરિક સાથેની વાતચીતમાં બીપીએલ દાખલો કાઢી આપવા ₹10ની માંગણી કરી લાંચ સ્વીકારતા પકડાઈ ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud