• 57 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો
  • જિલ્લામાં મેં 2020 થી સત્તાવાર અત્યાર સુધી 10718 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે જે પૈકી 117 ના મોત થયા છે

WatchGujarat. ભરૂચ જિલ્લામા 90 દિવસ બાદ કોરોના પોઝિટિવ દર્દી જંબુસરના દેવલા ગામેથી સામે આવ્યો છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લામાં 3 મહિના બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામ ખાતે 57 વર્ષીય પુરુષ કોરોના પોઝેટીવ આવતા હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

ઘાતક બીજી લહેર બાદ ભરૂચ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોતા ભરૂચ જિલ્લામાં છેલ્લા આશરે 90 દિવસથી કોરોના પોઝિટીવનો એક પણ કેસ આવ્યો ન હતો  જેના પગલે ભરૂચ જિલ્લામાંથી કોરોના મહામારીએ વિદાય લીધી હોય તેવું જણાઈ રહ્યું હતુ અને તેથી જ સમગ્ર દેશ અને ગુજરાત રાજયમાં તેમજ ભરૂચ જિલ્લામાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.

તમામ વેપાર-ધંધા સહિત શિક્ષણ ક્ષેત્રે અનલોકની પ્રક્રિયા અતિ ઝડપથી લાગુ પાડવામાં આવી હતી એટલે સુધી કે હાલમાં ભરૂચ જિલ્લામાં ધાર્મિક ઉત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં 400 જેટલા વ્યકિતઓને ભેગા થવા માટે પરવાનગી આપવામાં આવી છે. દિવાળી તહેવારો બાદ જંબુસર તાલુકાના દેવલા ગામે એક કોરોના પોઝિટીવ કેસ નોંધાતા ફરી તંત્રની દોડધામ વધી ગઈ છે.

દીપાવલી પર્વ અને તહેવારો વચ્ચે લોકોની અવરજવર ખુબ થઈ હતી ત્યારે બની શકે છે કે કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરવામાં ન આવ્યું હોય અને તેના કારણે કોરોનાનો કેસ નોંધાયો હોય. જોકે દેવલાના પોઝિટીવ આવેલા કોરોનાના દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી હજી જાણવા મળી નથી. હાલ ગામમાં આરોગ્ય તંત્ર દ્વારા સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud