•  રેલવે સાથે ગ્રાઉન્ડનો કરાર કરી અહીં જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને કોચિંગ અપાશે
  •  ભરૂચ પ્રીમિયમ લીગનું પણ પહેલીવાર આયોજન કરાયું હોય ટીમોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઇ
  •  પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જિલ્લા ક્રિકેટ એસો. પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે કોચિંગ એકેડમી અને BPL નો આરંભ કરાયો

WatchGujarat.નાયબ મુખ્ય દંડક તથા ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ રેલવે ગ્રાઉન્ડ ખાતે કોચિંગ એકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લામાં પહેલીવાર ભરૂચ પ્રીમિયર લીગ (T/20) ના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી. ક્રિકેટ એકેડમીના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર, મનીષ નાયક, ઇસ્તીયાક પઠાણ,વિપુલ ઠક્કર, જિલ્લાના યુવા ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ જિલ્લામાં વર્ષોથી કાર્યરત ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન BDCA દ્વારા અનેક ખેલાડીઓને તૈયાર કરીને ઉપલા લેવલ પર પહોંચાડ્યા છે. ત્યારે શહેર અને જિલ્લામાં રહેતા ખેલાડીઓ માટે વધુ ખુશીના સમાચાર છે. ભરૂચના રેલ્વે ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ કરાયો છે.

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલે ઉપસ્થિત ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, ક્રિકેટર બનવા માટે ડીસીપ્લીન અને શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે. સારા ક્રિકેટર બનવા માટે મહેનત ખુબ જરૂરી હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમીને ઉપસ્થિત ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ક્રિકેટરોને આગળ લાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારો બસ એક જ લક્ષ્ય છે કે સારો ક્રિકેટર એ મારો અને આપણા સૌનો છે.

તેમણે ક્રિકેટરોને કોચિંગ એકેડમીના માધ્યમથી ક્રિકેટનું જ્ઞાન પ્રાપ્ત કરી જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન થાય એવી ઉપસ્થિત ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ તબક્કે ભરૂચ પ્રીમિયર લીગ BPLનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે રેલવેને અધિકારી અને એસોસિએશનના મેમ્બર ખેલાડીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud