• નાની ફડકોઈ ફળીયા તરફ જવાના માર્ગની બાજુમાં આવેલા વરસાદી કાંસમાંથી મૃતદેહ મળ્યો
  • પતિથી અલગ રહેતી પરિણીતા રવિવારે અંકલેશ્વર ઘરકામે કરવા ગયા બાદ ઘરે પરત ફરી નહતી
  • દહેજના જોલવા ગામે પણ સિમેન્ટનો બ્લોક માથામાં મારતા પરપ્રાંતી યુવકનું મોત થતા હત્યાનો ગુનો દાખલ

WatchGujarat. વાલિયા તાલુકાના કરસાડ ગામની પરિણીતાની ગામના પાટિયા પાસે આવેલા નાની ફડકોઈ ફળિયા તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી વરસાદી કાંસથી નગ્ન હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મ અને હત્યાની આશંકા વચ્ચે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે.

વાલિયાના કરસાડ ગામના મોટા ફળીયા માં રહેતી 30 વર્ષીય સરસ્વતીબેન અર્જુનભાઈ વસાવા પતિથી અલગ રહી અંકલેશ્વર ખાતે ઘરકામ કરવા જતી હતી. રવિવારે સાંજે તે કામ પરથી ઘરે પરત ફરી ન હતી. સોમવારે તેનો મૃતદેહ ફડકોઈ ફળીયા તરફ જતા રોડની બાજુમાં આવેલા વરસાદી કાંસમાંથી નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ કરસાડ ગામમાં થતા ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

વાલિયા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી સરસ્વતીબેનના મૃતદેહને કાંસ માંથી બહાર કાઢી તપાસ કરતા પહેરેલા કપડાં ફાટી ગયેલા અને પીઠ તેમજ ગળાના ભાગે ઉઝરડા પડેલા હતા. કાનના ભાગે પણ સામાન્ય ઇજા જોવા મળી હતી. વાલિયા પોલીસે મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પી.એમ. રિપોર્ટ બાદ જ મહિલા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ છે કે નહીં તેનું રહસ્ય ખુલશે. દહેજના જોલવા ગામે પણ યુવાનને સિમેન્ટનો બ્લોક માથામાં મારવાની ઘટનામાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડની કવાયત હાથ ધરી છે.

મૂળ બિહારનો સંતોષ રાય દહેજના જોલવા ગામે 6 જેટલ મિત્રો સાથે રહી કોન્ટ્રાકટમાં એસ.આર.એફ. માં ફરજ બજાવતા હતા. તેઓને છૂટા કરાતા બાજુની રૂમ રહેતાં અન્ય યુવાનોએ આ બાબતે ઝઘડો કર્યો હતો. ગત 24 ડિસેમ્બરે કોમ્પ્લેક્ષની દુકાનમાં બાજુની રૂમમાં રહેતા વિરેન્દ્ર યાદવે ફરીથી ઝઘડો કર્યો હતો. નીચેથી સિમેન્ટનો બ્લોક ઊચકી સીડી પરથી ફેકતા સંતોષરાય યાદવને માથામાં વાગી જતાં તે ત્યાં જ બેભાન થઈ ગયો હતો. જેનું ભરૂચની ખાનગી હોસ્પિટલમાં મોત થતા દહેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud