• જુના-નવા ભરૂચમાં શોર્ય સંચાલનમાં 800 બજરંગી જોડાયા
  • ધર્મસભામાં 1000 થી વધુ હિંદુ લોકો જોડાયા

WatchGujarat. ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગીતા જ્યંતીના ઉપલક્ષમાં આયોજિત ધર્મસભામાં 1000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શહેરમાં જિલ્લા વિહિપ અને બજરંગ દળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુના અને નવા ભરૂચમાં શોર્ય સંચાલનમાં 800 થી વધુ બજરંગીઓ જોડાયા હતા. જ્યારે 200 હિંદુ યુવાનોએ સાંકેતિક ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી.

સાંજે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલી ધર્મસભામાં 1000 થી વધુ હિંદુઓ જોડાયા હતા. મુખ્ય અતિથિ તરીકે કિશનસિંહજી પરમાર, સાધુ સંતો, વિહિપ, બજરંગ દળ અને સંઘના આગેવાનોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રજી ભાવાણીએ સભાને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રની એકતા અખંડિતા અને હિન્દૂ સમાજની સુરક્ષા તેમજ સાર્વભોમત્વ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સભા સ્થળે બજરંગ દળના કાર્યકરોએ પ્રશિક્ષણનું પ્રદર્શન પણ કર્યું હતું. સભામાં સંઘના બળદેવ પ્રજપતિ, વિહિપના દુષ્યંતસિંહ સોલંકી, અજય મિશ્રા, અજય વ્યાસ, ગિરીશ શુક્લ, જનક મોદી સહિતના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યાં હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud