• ભરૂચમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ, 5 ફ્લાયઓવર આગામી સમયમાં
  • દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે
  • સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૂપાણી સરકારે શહેરનો વધુ એક ઓવરબ્રિજ મંજુર કર્યો હતો

WatchGujarat. ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપાણી સરકારે મહાત્મા ગાંધી MG રોડ ઉપર સેન્ટઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પોહળો ફ્લાયઓવર ₹41 કરોડના ખર્ચે મંજુર કર્યો હતો. જેનો સર્વે શરૂ થઈ ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે ₹41 કરોડની દરખાસ્તને જુનમાં મંજૂરી આપી હતી.

રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર, રેલ્વે ઓવરબ્રીજ, અંડરબ્રીજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો હતો. ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામ માટે ₹41 કરોડ મંજૂર કર્યા હતા. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો હશે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.

આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે. ભરૂચમાં હવે ભવિષ્યમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ જેમાં જૂનો-નવો સરદાર બ્રિજ, સિલ્વર રેલવે બ્રિજ, નર્મદા મૈયા 4 લેન બ્રિજ, કેબલ બ્રિજ, 8 લેન એક્સ્ટ્રા ડોઝ એક્સપ્રેસ વે બ્રિજ, DFC રેલવે બ્રિજ, બુલેટ ટ્રેન બ્રિજ અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં રહેશે.

જ્યારે શહેરમાં ફ્લાયઓવરમાં નંદેલાવ, જંબુસર બાયપાસ, ભૃગુરુષી, શ્રવણ ચોકડી અને MG રોડ ટ્રાયએન્ગલ ફ્લાયઓવર હશે. ભરૂચમાં સેન્ટઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરાના ફ્લાયઓવર માટે ગુરુવારથી સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud