• વિક્રમ સવંત 13 થી અત્યાર સુધી ઝાડેશ્વર ગામના 250 ઘરોના લેઉઆ પાટીદાર સમાજના લોકોના કુળ, ગોત્ર, મૂળ, પરવ તમામ માહિતી બારોટના ચોપડામાં અકબંધ
  • વૈદિકકાળથી ચાલી આવતી પેઢી દર પેઢી વંશાવલીની પરંપરા આધુનિક યુગમાં લુપ્તતાના આરે

WatchGujarat. ભરૂચના ઝાડેશ્વર ગામના 250 પરિવારનો 750 વર્ષ જૂનો ઇતિહાસ, પરંપરા, રીતિ રિવાજ, કુળ, ગોત્ર અને વંશાવલીનો ચોપડો 47 વર્ષ બાદ ફરી ગામમાં અમદાવાદના કનુભાઈ પરસોતમભાઈ બારોટ આવી પહોંચતા ખુલ્યો હતો. અખિલ વિશ્વ વંશાવલી વહીવચા બારોટના ઝાડેશ્વર ગામના 410 પાનાના ચોપડા મુજબ ભરૂચનું ઝાડેશ્વર ગામ વિક્રમ સવંત 13 મી સદીમાં વસ્યું હતું. જેમાં 11 ફળિયાના 250 પરિવારોની 750 વર્ષની વંશાવલી લખાયેલી છે.

હાલ ડિજિટલ યુગમાં વંશજોની માહિતી એકત્ર રાખવાની વંશાવલી પ્રણાલી લુપ્તતાના આરે છે ત્યારે નવી પેઢીને ખબર પડે તે માટે ગામમાં 47 વર્ષ બાદ ઝાડેશ્વરની વંશાવલી સાથે કનુભાઈ બારોટને આમંત્રણ આપતા તેમનું આગમન થયું છે. વૈદિક કાળથી વંશાવલી ચાલી આવે છે, જેમાં ઝાડેશ્વર ગામની વંશાવલી મુજબ 750 વસેલા ગામમાં લેઉઆ પાટીદાર સમાજ જેમની અટક દેસાઈ અને અમીન તરીકેનું બિરૂદ મળેલું.

દેસાઈપણું તેમને દિલ્હીના બાદશાહ તરફથી અપાયેલું. ગ્રામજનોએ નવાબ પાસેથી ઇજારા મેળવી જમીનો તે સમયે સોના મહોરો આપી મેળવી હતી. ગામની હદ વંશાવલી મુજબ પશ્ચિમે દશાશ્વમેઘ ઘાટ, દક્ષિણે અંકલેશ્વર સુરવાડી, ઉત્તરે તવરા ગામ અને પૂર્વે હાઇવેના વડદલા ગામ સુધી હતી. આ  વંશાવલીમાં હાલ ગામના દરેક લોકો તેમની પેઢી લખાવશે.

ઉલ્લેખનીય છે કે, વંશાવલીમાં ઝાડેશ્વર ગામના સાત સદીના રીતિરિવાજો, પ્રથા, ધર્મનું અનુસરણ, કુળ, ગોત્ર, મૂળ, પરવ, પૂર્વજો, સંસ્કાર, ભૌગોલિક આર્થિક ચિત્ર, આસ્થા સહિતની માહિતી અકબંધ છે. અખિલ વિશ્વ વંશાવલી સંગઠન અને સંવર્ધન સમિતિને હંગેરી, જાપાન, જર્મની સહિતના દેશોમાંથી ત્યાંની પ્રજાના નિમંત્રણના કાગળો પણ આવ્યા છે. જેમાં બારોટોને તેઓ પોતાના દેશમાં લઈ જવા તૈયાર છે. જે થકી તેમના લુપ્ત થયેલા સંસ્કાર તેઓ પાછા લાવી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud