• ભરૂચ જિલ્લા પંચાયતે કબીરવડમાં સ્થાનિક હોડીવાળાને હંગામી ઇજારો આપ્યો હતો
  • જ્યાં સુધી હરાજી અને ઇજારદાર નક્કી ન થાય ત્યાં સુધી સ્થાનિકોને લોકો પાસેથી ₹75 ના ઉઘરાણાની છૂટ
  • લોકોની જાનમાલની જવાબદારી જિલ્લા પંચાયતની નહિ

WatchGujarat. ભરૂચ તાલુકા પંચાયતના BJP મહિલા સભ્યનો પતિ અને માછી સમાજનો પ્રમુખ ગેરકાયદે હોડીઘાટ ચલાવી વ્યક્તિ દીઠ ₹90 ખખેરવામાં હજી પોલીસ પકડથી દૂર. જિલ્લા પંચાયતના ઇજનેરે નબીપુર પોલીસ મથકે ઝનોરના દિનેશ માછી સામે ગેરકાયદે હોડીઘાટથી ₹15 લાખનું સરકારને નુકશાન પોહચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના સુપ્રસિદ્ધ મઢી-કબીરવડ ઘાટે છેલ્લા 4 મહિનાથી ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના મહિલા સભ્યના પતિ દિનેશ માછી ગેરકાયદે હોડીઘાટ ચલાવી પ્રવાસીઓને લૂંટી રહ્યાં હતાં. મઢીથી લોકોને સામે પાર કબીરવડ લઈ જવામાં વ્યક્તિદીઠ ₹90 નું ઉઘરાણું કરાતું હતું. જિલ્લા પંચાયત હસ્તકના હોડીઘાટમાં કોરોના કાળ અને અગાઉના કોન્ટ્રાકટના લાખો રૂપિયા બાકી હોય પંચાયતે નોટિસ મારી હોડીઘાટ બંધ કર્યો હતો.

જોકે માછી સમાજના પ્રમુખ એવા દિનેશ માછીએ કેબિન બનાવી, ટિકિટો છાપી તેને ગેરકાયદે શરૂ કરી લાખોની રોકડી કરી દીધી હતી. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતના ઇજનેરે નબીપુર પોલીસ મથકે આ અંગે દિનેશ માછી સામે છેતરપિંડી અને ગેરકાયદે હોડીઘાટ ચલાવી જિલ્લા પંચાયતને ₹15 લાખ જેટલાનું નુકશાન પોહચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આરોપી પોલીસ પકડથી દુર છે ત્યારે જિલ્લા પંચાયતે ફરી લોકોને ભગવાન ભરોસે છોડી હંગામી ઇજારો સ્થાનિક હોડીવાળાને આપી તેઓને વ્યક્તિદીઠ ₹75 વસુલ કરવાની છૂટ આપી દીધી છે.

મઢી ઘાટે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા લગાવાયેલા નવા નોટિસ બોર્ડમાં જણાવાયું છે કે, જ્યાં સુધી નવા ઇજારદારની હરાજીથી નિમણુંક ન થાય ત્યાં સુધી સ્થાનિક હોડીવાળાને વ્યક્તિ દીઠ ₹75 ઉઘરાવી ફેરો મરાવવાની છૂટ આપી છે. જોકે કોઇપણ ઘટના ઘટે તો તેમાં જિલ્લા પંચાયતની કોઈ જવાબદારી નહિ રહે તેમ કહી પોતે હાથ અઘ્ધર કરી દેવાયા છે. બીજી તરફ લોકો અને પ્રવાસીઓમાં આ જાહેર નોટિસ બોર્ડને લઈને પણ કચવાટ ઉભો થયો છે, વ્યક્તિ દીઠ ₹75 વધારે હોય જિલ્લા પંચાયતે ₹40 કે 50 રાખવા જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud