• ઝઘડીયા તાલુકામાંથી કમલમ ફ્રુટ યુ.કે.લંડન જતા તાલુકામાં ગર્વ સાથે ખુશાલીનો માહોલ
  • કમલમ ફ્રુટનો જથ્થો રવાના થયો હોવાની કેબીનેટ મંત્રી પિયુષ ગોયેલે ટ્વિટ કરી માહિતી આપી

WatchGujarat. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ એબી.એન.એન.ફ્રેશ એક્સપો એન્ડ કોલ્ડ સ્ટોરેજ દ્રારા ભારત કા અમૃત મહોત્સવ અંતર્ગત ડ્રેગન ફ્રુટ (કમલમ ફ્રુટ)નો એક જથ્થો સૌ પ્રથમવાર યુ.કે. મોકલવામાં આવતા તાલુકાના લોકોમાં ગર્વ સાથે ખુશાલીની લાગણી ફેલાવા પામી છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ એબી.એન.એન.ફ્રેશ એક્સપો દ્રારા કમલમ ફ્રુટ ( ડ્રેગન ફ્રુટ ) નો એક જથ્થો  ફ્રુટની સંભાળ લેવાતા કન્ટેનર દ્રારા રોડ મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલાયો હતો.  ત્યાંથી હવાઇ માર્ગે લંડન (યુ.કે.) અને બેહરીન નિકાસ કરવામાં આવ્યો હતો.  ઝઘડીયા તાલુકામાંથી સૌ પ્રથમ વાર કમલમ ફ્રુટ ( ડ્રેગન ફ્રુટ ) યુ.કે.  અને બેહરીન મોકલાતા કેબીનેટ મંત્રી પિયુષ ગોયેલે ટ્વિટ્ટ કરી માહિતી આપી હતી.

તેઓએ જણાવ્યું હતુ કે, લંડન અને બેહરીન માટે ડ્રેગન ફ્રુટની નિકાસ કરવામાં આવી છે,  જેનાથી ખેડૂતોને ફાયદો થશે અને ઉપજને નવા બજારો પ્રાપ્ત થશે. અગાઉ સરકાર દ્રારા કમલમ ફ્રુટની ખેતી બાબતે ખેડૂતોને વિવિધ યોજનાઓની વિસ્તારમાં માહિતી આપી હતી. સરકારી યોજનાઓની માહિતી બાદ રાજ્યના ખેડૂતો કમલમ ફ્રુટ ( ડ્રેગન ફ્રુટ ) ની ખેતી તરફ આકર્ષાયા છે.

દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રુટના નામે પ્રચલિત ફળનુ નામ ૨૦૨૧થી બદલી કમલમ ફ્રુટ નામ આપવામાં આવ્યુ હતુ. સરકારે ફળનુ નામકરણ કરતા જણાવ્યું હતુ કે, કોઇપણ ફળમાં ડ્રેગન ફળ તેવા નામનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તે  વખતે રાજ્યના સી.એમ. વિજય રૂપાણીએ જણાવ્યું હતુ  કે,  ડ્રેગન ફ્રુટ કમળના ફુલ જેવુ દેખાતુ હોઇ તે માટે આ ફ્રુટનુ નામ સંસ્કૃત શબ્દ કમલમ રાખવામાં આવ્યુ છે.  કૃષિના જાણકારોના મતે કમલમ ફ્રુટની ખેતી ઓછા ખર્ચમાં વધુ ઉપજ આપતી હોઇ ખેડૂતોને લાભ થવાની શક્યતાઓ રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud