ભરૂચ નગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં મુકાયેલા 32 કામો સર્વાનુમનતે મંજુર, રસ્તાના બાકી કામો મુદ્દે વિપક્ષે નોંધાવ્યો વિરોધ
પશ્ચિમ ભરૂચના વોર્ડ નંબર 2 માં શાળા, હેલ્થ સેન્ટર અને આંગણવાડીનો ઠરાવ મંજૂરી કરાયો હતો
WatchGujarat. ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા શનિવારે સભાખંડમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ભૂગર્ભ ગટર યોજનામાં ઇન્ટરનલ જોડાણમાં ₹7000 સુધીનો ખર્ચ પાલિકાએ ઉઠાવવાની જાહેરાત સાથે દિવાળીની ભેટ પોણા બે લાખ નગરજનોને આપી હતી.
નગર પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ નિનાબા યાદવ, મુખ્ય અધીકારી સંજય સોની સહિતના પદાધિકારીઓ, સભ્યોની હાજરીમાં મળી હતી. સભામાં એજન્ડા ઉપર મુકાયેલા 32 કામોને સર્વાનુમતે મંજુર કરાયા હતા. પાલિકા પ્રમુખે ભૂગર્ભ ગટર યોજનાની ટૂંક સમયમાં શરૂઆત સાથે શહેરીજનોને ડ્રેનેજમાં જોડાણમાં ₹7000 સુધીનો ખર્ચ પાલિકા ઉઠાવવાની જાહેરાત કરી તેને નગરજનોને દિવાળીની ભેટ ગણાવી હતી.
વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શહેરમાં હજી પણ મુખ્ય માર્ગોનું પેચવર્ક અને કાર્પેટિંગ અધૂરું હોવાને લઇ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે આંતરિક માર્ગોની કામગીરી ક્યારે શરૂ કરાશે તેના પર સભામાં સવાલોનો ભારે મારો ચલાવાયો હતો.
વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે ફાટાતળાવ-ફુરજાના સૌથી મોંઘા ₹4 કરોડના રસ્તાનું ગોકળ ગતિએ ચાલતું કામ, આઉટસોસિંગના કર્મચારીઓનો નહિ ચૂકવાયેલ પગાર અને સભ્યોના કામો વહેલા થતા નહીં હોવા મુદ્દે રોષ ઠાલવ્યો હતો.
જોકે વિપક્ષ કોંગ્રેસની અગાઉની રજુઆતને આજની સામાન્ય સભામાં મંજુરીની મહોર લગાવાઈ હતી. વોર્ડ નંબર 2 માં હેલ્થ સેન્ટર, આંગણવાડી અને શાળા માટે ઠરાવ મંજુર કરાયો હતો. સભામાં કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાએ ત્રિમાસિક હિસાબો રજૂ કર્યા હતા. જ્યારે એજન્ડા ઉપર મુકાયેલા કામો અંગે ચર્ચામાં હેમેન્દ્ર પ્રજાપતિ, રાજશેખર દેશનવર, ધનજી ગોહિલ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને AIMIM ના ફહીમ શેખ સહિત ભાજપ, કોંગેસના સભ્યોએ ભાગ લીધો હતો.