સુરત રહેતા પિતરાઈ એકલા હોવાથી ભરૂચના તબીબ કોરોના કાળમાં આર્થિક મદદ કરતા હતા
પિતરાઈ વ્યસની હોવાથી તબીબે નાણાં આપવાનું બંધ કરતા 15 દિવસથી અલગ અલગ મોબાઈલથી ફોન કરી રૂપિયા માંગતો હતો
મંગળવારે તબીબ ક્લિનિકે હતા ત્યારે, ફોઈના દીકરાએ ફોન કરી ગાળો ભાંડી, આવકવેરાના દરોડા પડાવવાની અને સોશ્યલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
WatchGujarat. કોરોનાકાળમાં સુરત ઘોડરોડ ઉપર રહેતાં ફોઈના વ્યસની દીકરાને આર્થિક મદદ કરવાનું ભરૂચના ડેન્ટલ સર્જને બંધ કરતા નાણાં નહિ આપે તો સોશ્યલ મીડિયામાં બદનામ કરી આવક વેરાના દરોડા પડાવવાની ધમકી આપી હતી. દાંતના તબીબને પિતરાઈએ જ ધમકી સાથે ગાળો ભાંડતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભરૂચના ડેન્ટલ સર્જનને સુરત રહેતા ફોઈના દીકરાએ ઇન્કમટેક્સની રેડ પડાવાની અને સોશ્યલ મીડિયા ઉપર બદનામ કરવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. ફોઈ અને ફુવા મૃત્યુ પામ્યા હોય ત્યારે એકલા રહેતા વ્યસની ફોઈના પુત્રને હવે મદદ નહિ કરવી ભરૂચના તબીબને ભારે પડી રહી છે. ભરૂચના કસક રોડ ઉપર આવેલી અશ્વમેઘનગર સોસાયટીમાં રહેતા ડો. ધવલ જ્યેન્દ્રભાઈ તાપિયાવાલા ડેન્ટલ સર્જન છે. જેઓ 10 વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરી અન્નપૂર્ણા કોમ્પ્લેક્સમાં પોતાનું ક્લિનિક ચલાવે છે.
તબીબનો ફોઈનો દીકરો મૃણાલ નવીનચંદ્ર મહેતા સુરત ખાતે રહે છે. ફોઈ-ફુવાનું નિધન થયું હોય તબીબ કોરોના કાળમાં એકલા એવા ફોઈના દીકરાને અવાર નવાર આર્થિક મદદ કરતા હતા. જોકે મૃણાલ આ નાણાં વ્યસન પાછળ ઉડાવી દેતો હોય તબીબે નાણાં આપવાનું બંધ કરતા મૃણાલે છેલ્લા 15 દિવસથી અલગ અલગ મોબાઈલ ફોન પરથી તબીબને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
મંગળવારે તબીબ પોતાના ક્લિનિક ઉપર હતા ત્યારે મૃણાલે ફોન કરી અપશબ્દો બોલી જો રૂપિયા નહિ આપો તો ડો. ધવલને ત્યાં ઇન્કમટેક્સનો દરોડો પડાવવાની અને સોશ્યલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી. જેને લઈ તબીબે ફોઈના દીકરા સામે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સી ડિવિઝન પોલીસ મથકે પિતરાઈ સામે તબીબે નોંધાવેલી ફરિયાદે ભારે ચકચાર મચાવી છે. કોરોના કાળમાં દોઢ વર્ષથી તબીબ સુરત ફોઈના છોકરાના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા કરતા હતા. જે રૂપિયા વ્યસની પિતરાઈ વ્યસન પાછળ ઉડાવી દેતો હોય આર્થિક સહાય બંધ કરી દેવાતા ફોઈના દીકરાએ પોત પ્રકાશયું હતું.
- સુરત રહેતા પિતરાઈ એકલા હોવાથી ભરૂચના તબીબ કોરોના કાળમાં આર્થિક મદદ કરતા હતા
- પિતરાઈ વ્યસની હોવાથી તબીબે નાણાં આપવાનું બંધ કરતા 15 દિવસથી અલગ અલગ મોબાઈલથી ફોન કરી રૂપિયા માંગતો હતો
- મંગળવારે તબીબ ક્લિનિકે હતા ત્યારે, ફોઈના દીકરાએ ફોન કરી ગાળો ભાંડી, આવકવેરાના દરોડા પડાવવાની અને સોશ્યલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ