ગ્રામીણ બેન્કમાંથી આદિવાસી ખેડૂતે વર્ષ 1996 માં ₹ 2 લાખની લોન લીધી હતી
બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર અને તેના મળતીયા ગેરકાયદે લઈ ગયા બાદ બારોબાર સગેવગે કર્યું
બેંક મેનેજરો અને મળતીયાઓએ કોઈ પણ સ્ટેટમેન્ટ, સીઝ ઓર્ડર બતાવ્યા વગર તેમના સાધનો સીઝ કરી અન્યોને આપી દઇ 22 વર્ષથી ખેડૂતને દોડાવી રહ્યાં છે
WatchGujarat. નેત્રંગ તાલુકાના અરેઠી ગામે આદિવાસી ખેડૂતનું ટ્રેકટર અને સાધનો થવાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર અને તેના મળતીયાઓ ગેરકાયદે સીઝ કરી લઈ ગયા બાદ સગેવગે કરી દેવાની 22 વર્ષથી ચાલતી લડતમાં નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. નેત્રંગ તાલુકાના અરેઠીના 58 વર્ષીય ખેડૂત છત્રસિંહ વસાવાએ વર્ષ 1996 માં થવાની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી કૃષિ લોન લીધી હતી. જેના ઉપર ₹3.56 લાખમાં ટ્રેકટર, ટ્રેલર અને ખેતીના અન્ય સાધનો ખરીદ્યા હતા.
તેઓ નિયમિત હપ્તા ભરતા હતા જોકે 22 વર્ષ પહેલાં તત્કાલીન મેનેજર રમેશ ચૌધરી અને કર્મચારી રાજુ પટેલ તેમના ઘરે આવી હપ્તા નહિ ભર્યા હોવાનું કહી ટ્રેકટર અને અન્ય સાધનો સીઝ કરી લઈ ગયા હતા. ખેડૂતે બે મહિનામાં જ હપ્તાની કહેવાતી રકમ 20 હજાર આપી દીધા બાદ પણ તેમને ટ્રેકટર અને અન્ય સાધનો અપાયા ન હતા.
વર્ષો સુધી બેંકના ઉપરી અધિકારીઓ, કલેકટર, પોલીસ અને કોર્ટમાં ચાલેલી ફરિયાદો બાદ બેંકમાં નવા મેનેજર પ્રવીણ દોષી આવ્યા હતા. જેમાં બન્ને તત્કાલીન બેંક મેનેજર, કર્મચારી અને મળતીયાઓએ આદિવાસી ખેડૂતનું ટ્રેકટર અને સાધનો ગેરકાયદે સીઝ કરી બરોબર સગેવગે કર્યું હોવાની અંતે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ બેન્કમાંથી આદિવાસી ખેડૂતે વર્ષ 1996 માં ₹ 2 લાખની લોન લીધી હતી. નવ વર્ષની લોનમાં 2001 સુધીમાં 1 લાખથી વધુના હપ્તા અને રકમ ભરાઈ ગઈ હતી. જોકે બેંક મેનેજરો અને મળતીયાઓએ કોઈ પણ સ્ટેટમેન્ટ, સીઝ ઓર્ડર બતાવ્યા વગર તેમના સાધનો સીઝ કરી અન્યોને આપી દઇ 22 વર્ષથી ખેડૂતને દોડાવી રહ્યાં છે.
- ગ્રામીણ બેન્કમાંથી આદિવાસી ખેડૂતે વર્ષ 1996 માં ₹ 2 લાખની લોન લીધી હતી
- બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર અને તેના મળતીયા ગેરકાયદે લઈ ગયા બાદ બારોબાર સગેવગે કર્યું
- બેંક મેનેજરો અને મળતીયાઓએ કોઈ પણ સ્ટેટમેન્ટ, સીઝ ઓર્ડર બતાવ્યા વગર તેમના સાધનો સીઝ કરી અન્યોને આપી દઇ 22 વર્ષથી ખેડૂતને દોડાવી રહ્યાં છે