ઝાડેશ્વરની મહિલા દીકરી સાથે એક્ટિવા ઉપર શક્તિનાથ આવી રહી હતી
કોરોના વચ્ચે માસ્ક સાથે મકરસંક્રાંતિને લઈ ગળાને સુરક્ષા પણ બની અનિવાર્ય
WatchGujarat. ભરૂચ જિલ્લામાં હજી ઉત્તરાયણ અને સરકારનું પક્ષીઓ માટે કરૂણા અભિયાન શરૂ થયું નથી ત્યાર પેહલા જ પતંગના દોરાથી ગળું કપાતા બાળકી સામે જ માતાનો જીવ જવાની કરૂણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ કામ અર્થે શક્તિનાથ આવી રહ્યાં હતાં.
એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો. પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. સાંજે 5.26 કલાકે બનેલી ઘટનામાં બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ તુરત 108 ને કોલ કર્યો હતો.
સિવિલ હોસ્પિટલથી 108 એમ્બ્યુલન્સ 4 મિનિટમાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં અંકિતાબેનને સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જોકે સારવાર મળે તે પેહલા જ તેઓનું મૃત્યુ થયું હતું. ઘટનામાં બાળકીનો બચાવ થયો હતો. જોકે પ્રાણઘાતક પતંગની દોરીથી નજરો સમક્ષ માતા મૃત્યુ પામતા દીકરીના આક્રંદથી સિવિલ સંકુલ પણ શોકમય બની ગયું હતું. પરિવારજનોએ દોડી આવી વિલાપ કરતી દીકરીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવાર પણ જુવાન પરિણીતાના આકસ્મિક મૃત્યુનો આઘાત જીરવી શક્યું ન હતું.