ભરૂચમાં કોરોના મહામારી સામે બચાવવા કોલ કરતી મહિલા કર્મચારીઓ જ કેમ મુકાઈ રહી છે મુસીબતમાં... ચોંકાવનારી વિગતો જાણો
વેકસીનના ડોઝ માટે પોતાના અંગત મોબાઈલ પરથી કોલ કરતી મહિલાઓને કરાઈ રહ્યા છે વોટ્સએપ કોલિંગ અને મેસેજથી કનડગત
વહીવટી તંત્ર કોઈ સરકારી નંબર કે પુરૂષો પાસે કોલ કરાવે તે બહેનો માટે હિતાવહ
WatchGujarat. શુ તમે વેકસીનનો ડોઝ લઈ લીધો છે, ભરૂચ જિલ્લામાં મહિલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવતો આ કોલ ખુદ મહિલાઓને જ મુસીબતમાં મૂકી રહ્યો છે. જિલ્લા પ્રશાસન મહામારી કોરાના સામે તમામ પ્રજાને સુરક્ષા કવચ આપવા અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. જેમાં હાલ વેકસીનેશનમાં બાકી રહી ગયેલા લોકોને તંત્ર સામેથી કોલ કરી વેકસીન લેવા કહી રહ્યું છે.
જોકે તંત્રની આ પહેલ કોલ કરતી વિવિધ સરકારી વિભાગની મહિલાઓ સાથે વેકસીનેશન ડ્રાઇવમાં ફરજ બજાવતી બહેનો માટે કનડગત રૂપ સાબિત થઈ રહી છે. મહિલાઓ પોતાના મોબાઈલ પરથી કોલ કરતી હોય જેનો કેટલાક શખ્સો ગેરલાભ ઉઠાવી આ મહિલાઓનો નંબર સેવ કરી રાતે તેમને વોટ્સએપ કોલ કે મેસેજો કરી રહ્યાં છે.
મહિલાઓ માટે હવે વેકસીનેશન માટે ના આ કોલ પારિવારિક તેમજ સાંસારિક અને અંગત રીતે હેરાન પરેશાન કરનારા બની ગયા છે ત્યારે કોરોના ડોઝ માટે ના કોલનું આયોજન સરકારી નંબર ઉપરથી કે પુરુષ કર્મચારીઓના મોબાઈલ પરથી કરાવાય તે સામાજિક રીતે મહિલાઓ માટે સુરક્ષિત બની રહે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના લોકો સુધી વેક્સીન પહોંચે તેવા પ્રયાસના ભાગ રૂપે કર્મીઓને નંબર જાહેર કરવામાં આવ્યા હતા. જેને કારણે વેક્સીનેશનની કામગીરી તો સારી થઇ. પરંતુ હવે પોતાના અને પરિવારની પરવાહ કર્યા વગર શહેર તથા રાજ્યને કોરોના મુક્ત બનાવવા માટે કામગીરી કરનાર મહિલા કર્મીઓ જ હવે મુશ્કેલીમાં મુકાઇ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છેતેના પર સૌ કોઇની નજર રહેલી છે.
- ભરૂચમાં કોરોના મહામારી સામે બચાવવા કોલ કરતી મહિલા કર્મચારીઓ જ કેમ મુકાઈ રહી છે મુસીબતમાં... ચોંકાવનારી વિગતો જાણો
- વેકસીનના ડોઝ માટે પોતાના અંગત મોબાઈલ પરથી કોલ કરતી મહિલાઓને કરાઈ રહ્યા છે વોટ્સએપ કોલિંગ અને મેસેજથી કનડગત
- વહીવટી તંત્ર કોઈ સરકારી નંબર કે પુરૂષો પાસે કોલ કરાવે તે બહેનો માટે હિતાવહ