• કરૂણા અભિયાન તેમજ વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
  • સી.એસ.આર. પ્રોજેક્ટના ભાગરૂપે પખાજણ પી.એચ.સી. માટે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ
  • ભરૂચના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો
  • ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

WatchGujarat. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના 73 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન , નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને શ્રધ્ધાંજલી અર્પી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે , દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આત્મનિર્ભર ગુજરાત બનવાની દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર બન્યું છે.

નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ઊર્જાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ટીમ ગુજરાત તે જ રફતારથી જન જનનો વિકાસ કરી રહી છે. નક્કર મનોબળવાળા મુખ્યમંત્રીએ પદને સત્તા નહીં , સેવાનું માધ્યમ બનાવ્યું છે. દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે આવ્યું છે હોવાનું પણ મંત્રીએ સંબોધનમાં કહ્યું હતું.

અંતમાં ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પ્રતિબધ્ધ બનીએ. ભારત દેશના ઉજ્વળ ભવિષ્ય માટે ગુજરાત એક સંપૂર્ણ વિઝન પૂરવાર થઇ શકે એમ છે. આ પાવન દિને આપણે સૌ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધવા માટે સંકલ્પબધ્ધ બનવા જણાવ્યું હતું. આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત તેમજ વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. પોલીસ પરેડનું નિરીક્ષણ સાથે પખાજણ પી.એચ.સી. માટે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરાયું હતું . આ ઉપરાંત ભરૂચ જિલ્લાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો

કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ , સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા , જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ASP વિકાસ સુંડા, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, પાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners