• વડવા ગામે વન વિભાગના દરોડામાં આરોપીઓ શિકાર કરેલી નીલ ગાયના માથા, ચામડા, હોજરી અને માંસ સાથે ઝડપાયા
  • શિડિયલ 3 માં આવતા રોઝના શિકાર બદલ ₹25000 ના દંડ અને 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
  • બાર બોરની બંદૂક લાયસન્સ વાળી કે વગરની તેની પણ તપાસ થશે

WatchGujarat. ભરૂચ વન વિભાગની ટીમે તાલુકાના વડવા ગામે રેડ કરી રોઝનો શિકાર કરતી ટોળકીને રંગેહાથ જેર કરી લીધી છે. વન્ય અધિનિયમ હેઠળ નીલ ગાય શિડયુલ 3 માં આવે છે. જેના શિકાર માટે ₹25000 દંડ અને 3 વર્ષની જેલની જોગવાઈ રહેલી છે. ભરૂચના વડવા ગામે વનવિભાગે દરોડો પાડી નીલ ગાયનો શિકાર કરતી ટોળકીને ઝડપી પાડી છે. સ્થળ પરથી 5 આરોપીઓ શિકાર કરેલા રોઝના અવશેષો, બંદૂક, છરા, ટ્રેકટર, જીપ અને બે બાઇક સાથે ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે સામાજિક વનીકરણના સ્ટાફ સાથે વડવા ગામે રેડ કરી હતી. વન વિભાગના અધિકારી ક્રિપાલસિંહ ગોહિલ, ચૌધરી સહિતના ટીમના દરોડામાં રોઝનો શિકાર કરતી ટોળકી રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. જેમાં ઇનાયત ઉમરજી પટેલ, અશરફ ઇનાયત પટેલ, મુબારક હૈદર મન્સૂરી, સાદિક ઈસ્માઈલ દિવાન અને આરીફ મોહમ્મદ પટેલ સામે નીલ ગાય (રોઝ)ના શિકાર બદલ ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ પાસેથી બે ચપ્પુ, છરો, બાર બોરની બંદૂક, બે બાઇક, જીપ અને ટ્રેક્ટર કબજે કરાયું હતું. સાથે જ રોઝના શિકાર કરેલા અવશેષો ચામડું, માથું, હોજરી, મટન વગેરે જપ્ત કરાયા છે.

રોઝ નીલ ગાય એ વન્ય અધિનિયમ હેઠળ શિડિયલ 3 માં આવે છે. જેના શિકાર કરવા પર 3 વર્ષની જેલ અને ₹25 હજારના દંડની જોગવાઈ છે. શિકારી ટોળકી પાસે થી મળી આવેલ બાર બોરની બંદૂક અને છરા માં પણ લાયસન્સની તપાસ કરી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ ગુનામાં જામીનની જોગવાઇ રહેલી છે ત્યારે ઝડપાયેલા 5 આરોપીની વધુ તપાસ બાદ જ તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud