દોઢ વર્ષનું કોરોના ભથ્થુ અને 50 % વધારો નહિ ચૂકવાતા જિલ્લા પંચાયતને તાળાબંધી કરવા આશાવર્કરો પોહચી
પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતના ગેટ બંધ કરાતા રસ્તા પર બેસી નોંધવાયો વિરોધ, સ્ટેશન રોડ પર થયો ચક્કાજામ
દિવાળીના દિવસે પરિવાર સાથે DDO ના ઘરે પોહચી હવે ફટાકડા ફોડાવો, મીઠાઈ ખવડાવો અને દિવાળી કરાવોની આપાઈ ચીમકી
તંત્ર અને સરકાર માટે દિવાળી તહેવારો સમયે જ પગાર અને ભથ્થા મુદ્દે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તેમજ પોલીસ પરિવારના ફૂટી નિકળેલા આંદોલનો હવે તેજ સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે
ભરૂચ ફ્રન્ટલાઈનર આશાવર્કરો અને ફેસીલીટેટર બહેનોએ દોઢ વર્ષથી કોરોનાનું નહીં ચુકવાયેલ ભથ્થું અને 50 % પગાર વધારાને લઇ ગુરૂવારે ધોકો પછાડ્યો હતો
WatchGujarat. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કરોએ ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે માંગણીઓ મુદ્દે કૂચ કરી હતી. જિલ્લા પંચાયતને તાળાબંધીની ચીમકીને પગલે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધ કરી રહેલી બહેનો જિલ્લા પંચાયતના ગેટ પાસે પોહચતા તેમને ત્યાં જ રોકી ગેટ બંધ કરી અંદર પ્રવેશ કરતા અટકવાઈ હતી. બહેનોએ કોરોનાનું દોઢ વર્ષનું ભથ્થું અને 50 % વધારોને લઈ જિલ્લા પંચાયત અને આરોગ્ય અધિકારીઓનો હુરિયો બોલાવ્યો હતો.
ગેટ બહાર રસ્તા પર જ બેસી જતા એક સમયે સ્ટેશનથી પાંચબત્તી તરફનો માર્ગ પોલીસે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જો તેઓનું ભથ્થું નહિ ચૂકવાઈ તો દિવાળી તેઓ DDO ના નિવાસ સ્થાને પરિવાર સાથે ઉજવણી કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. પરિવાર સાથે આશા વર્કરો પોહચી હવે તમે જ દિવાળી કરાવો, ફટાકડા ફોડાવો અને મીઠાઈ ખવડાવો તેમ DDO ને કહેશે.
ભરૂચ જિલ્લાની ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર વર્કર બહેનો ને દોઢ વર્ષથી કોરોના ભથ્થું ચૂકવાતું નથી, 50% વધારો છ માસથી ચૂકવાયો નથી. અગાઉ રજૂઆત કરેલી હોવા છતા એમના પેટનું પાણી હલતું નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય જિલ્લા આરોગ્ય તંત્રની પગાર બાબતે દાખવી રહેલી બેદરકારીની પોલ ખોલવા તેમજ સત્વરે પગાર કરવા આજે જિલ્લા પંચાયતનો ઘેરાવ કરી અધિકારીઓને ઊંઘ માથી જગાડવા કાર્યકમ પાઠવાયો હતો.