• ભેંસોથી ગંદકી થતી હોય તલાટીને ફરિયાદ કરતા લોખંડનો સપાટો લઈ મહિલા અને તેના પતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી
  • દંપતીને ન્યાય અને રક્ષણ આપવા BJP પ્રદેશ અને જિલ્લા ST,SC મોરચાએ કલેકટરને રજુઆત કરી

WatchGujarat. ભરૂચ તાલુકાના પરીએજ ગામે મહિલા અને તેના પતિ ઉપર પાડોશીની ભેંસોને લઈ થતી ગંદકી મુદ્દે લઘુમતી સમાજના બે ભાઈઓએ હીંચકારો હુમલો કરતા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપ પ્રદેશ અને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે બુધવારે દોડી આવ્યા હતા. ભાજપ SC,ST સેલ દ્વારા કલેકટરને હુમલાખોર 2 લઘુમતી આરોપી સામે કડક કાર્યવાહી કરવા રજુઆત કરાઈ છે.

પરીએજ ગામે સરદાર આવાસમાં 32 વર્ષીય જ્યોત્સનાબેન પરમાર તેમના પરિવાર સાથે રહે છે. મંગળવારે સાંજે 4 વાગ્યાના અરસામાં ઘર પાસેથી તલાટી જતા સામે રહેતા પાડોશીની ભેંસોથી ગંદકી અંગે મહિલાએ ફરિયાદ કરી હતી. જેના એક કલાક બાદ લોખંડનો સપાટો લઈ ઉસ્માન મુસા ગીરગિટ મહિલા પાસે આવી તેમને જાતિ વિષયક અપશબ્દો બોલી માથાના વાળ પકડી જમીન ઉપર ફેંકી દીધી હતી. તમને બહુ ચોખ્ખાઈ જોઈએ છે તેમ કહી ભેંસોના માલિક ઉસ્માનભાઈએ લોખંડના પાઈપના 4 જેટલા સપાટા પગ, બરડા અને હાથના ભાગે મારી દીધા હતા.

મહિલાએ બુમરાણ મચાવતા તેમના પતિ અશોકભાઈ પરમાર ઘરની બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ ઉપરાણું લઈ ઉસ્માનનો મોટો ભાઈ ઐયુબ મુસા પણ દોડી આવી દલિત દંપતીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ફળિયાના અન્ય લોકો ભેગા થઈ જતા બન્ને ભાઈઓ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યાં હતાં. 108 માં મહિલાને સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાઇ હતી. ભરૂચ તાલુકા પોલીસ મથકે મહિલાએ બન્ને હુમલાખોર ભાઈઓ સામે ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દાખલ દલિત મહિલાની ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ રાકેશ પરમાર, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, રાજેન્દ્ર સુતરિયા સહિતે મુલાકાત લીધી હતી. જે બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઘટનામાં દંપતીને ન્યાય અને રક્ષણ માટે રજુઆત કરી છે. જેમાં દંપતીને લઘુમતી હુમલાખોરો દ્વારા ગામમાંથી હિજરત કરાવવાની પેરવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud