સરદાર પાર્કમાં આવેલ આભૂષણ જવેલર્સની પાછળ પરમ ફૂટવેરનું ગોડાઉનનું શટર તોડી બાકોરું પાડી ખેલાયો સોના-ચાંદીની પોણા કરોડ ઉપરાંતની ચોરીનો ખેલ CCTV માં કેદ
રેકી સાથે જાણભેદુઓએ ખેલેલા ખેલની પોલીસને આશંકા
WatchGujarat. ભરૂચના ઇતિહાસમાં સંભવત અંકલેશ્વરમાં આભૂષણ જવેલર્સમાં સદીની સૌથી મોટી પોણા કરોડ ઉપરાંતની સોના-ચાંદીના આભૂષણોની તસ્કરીની વારદાત સામે આવતા ઔદ્યોગિક ગઢમાં ખલબલી મચી ગઇ છે.
મૂળ રાજસ્થાનના અને અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા હેમંત જગદીશભાઈ સોનીની સરદાર પાર્ક-2 માં આભૂષણ જવેલર્સની દુકાન આવેલી છે. જવેલર્સના શો રૂમની પાછળ આવેલા પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરો ત્રાટકયા હતા. રેકી અને પ્રિ પ્લાન આવેલા તસ્કરોએ શો-રૂમ તેમજ ગોડાઉનની વચ્ચેની દીવાલમાં બાંકોરું પાડી સદીની સૌથી મોટી સોના-ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરો જવેલર્સની શોપમાંથી દોઢ કિલો સોનાના આભૂષણો, 19 કિલો ચાંદીના દાગીના, ₹5.55 લાખના રિયલ ડાયમંડના સેટ સહિત કુલ ₹87.30 લાખની ચોરી કરી જતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ. અને સીસીટીવીની મદદથી આ પોણા કરોડ ઉપરાંતની ગોલ્ડ-સિલ્વરની ચોરીમાં આરોપીઓ સુધી પોહચવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સોના, ચાંદી અને ડાયમંડમાં શુ થયું ચોરી
46 નંગ સોનાની વીંટી
55 જોડી પેન્ડલ બુટ્ટી
117 જોડી કાનની બાલી
129 પેન્ડલ
83 જોડી ટોપ્સ બુટ્ટી
સોનાનો એક સેટ
2 સોનાની ચેઇન
29 નાકની જડ
12 જોડી ચિપો
45 જોડી રિયલ ડાયમન્ડ બુટ્ટી પેન્ડલ
19 રિયલ ડાયમંડ પેન્ડટ
13 રિયલ ડાયમંડ
21 પેન્ડટ બુટ્ટી
5 ડોકિયા
- સરદાર પાર્કમાં આવેલ આભૂષણ જવેલર્સની પાછળ પરમ ફૂટવેરનું ગોડાઉનનું શટર તોડી બાકોરું પાડી ખેલાયો સોના-ચાંદીની પોણા કરોડ ઉપરાંતની ચોરીનો ખેલ CCTV માં કેદ
- રેકી સાથે જાણભેદુઓએ ખેલેલા ખેલની પોલીસને આશંકા
WatchGujarat. ભરૂચના ઇતિહાસમાં સંભવત અંકલેશ્વરમાં આભૂષણ જવેલર્સમાં સદીની સૌથી મોટી પોણા કરોડ ઉપરાંતની સોના-ચાંદીના આભૂષણોની તસ્કરીની વારદાત સામે આવતા ઔદ્યોગિક ગઢમાં ખલબલી મચી ગઇ છે.
મૂળ રાજસ્થાનના અને અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા હેમંત જગદીશભાઈ સોનીની સરદાર પાર્ક-2 માં આભૂષણ જવેલર્સની દુકાન આવેલી છે. જવેલર્સના શો રૂમની પાછળ આવેલા પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરો ત્રાટકયા હતા. રેકી અને પ્રિ પ્લાન આવેલા તસ્કરોએ શો-રૂમ તેમજ ગોડાઉનની વચ્ચેની દીવાલમાં બાંકોરું પાડી સદીની સૌથી મોટી સોના-ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરો જવેલર્સની શોપમાંથી દોઢ કિલો સોનાના આભૂષણો, 19 કિલો ચાંદીના દાગીના, ₹5.55 લાખના રિયલ ડાયમંડના સેટ સહિત કુલ ₹87.30 લાખની ચોરી કરી જતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ. અને સીસીટીવીની મદદથી આ પોણા કરોડ ઉપરાંતની ગોલ્ડ-સિલ્વરની ચોરીમાં આરોપીઓ સુધી પોહચવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સોના, ચાંદી અને ડાયમંડમાં શુ થયું ચોરી
- 46 નંગ સોનાની વીંટી
- 55 જોડી પેન્ડલ બુટ્ટી
- 117 જોડી કાનની બાલી
- 129 પેન્ડલ
- 83 જોડી ટોપ્સ બુટ્ટી
- સોનાનો એક સેટ
- 2 સોનાની ચેઇન
- 29 નાકની જડ
- 12 જોડી ચિપો
- 45 જોડી રિયલ ડાયમન્ડ બુટ્ટી પેન્ડલ
- 19 રિયલ ડાયમંડ પેન્ડટ
- 13 રિયલ ડાયમંડ
- 21 પેન્ડટ બુટ્ટી
- 5 ડોકિયા