ધારાસભ્યએ લોકોને કોઈપણ વ્યવહાર નહિ કરવા અપીલ કરી પોલીસ વડાને ફરિયાદ આપી
ફેક એકાઉન્ટ બનાવી મેસેન્જર ઉપર ભેજા બાજે રૂપિયા માંગી સાંજે 7 વાગે પરત કરવાના લોકોને કર્યા મેસેજ
WatchGujarat. ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન નહિ મળતા સાંસદ મનસુખ વસાવાએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. નવા મંત્રી મંડળ ને લઈ સતત ચર્ચામાં રહેલા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનું હવે કોઈએ ફેક FACEBOOK એકાઉન્ટ બનાવવી રૂપિયાની માંગણી કરતા ફરી Bharuch MLA ભારે ટ્રેન્ડિંગ થઈ રહ્યાં છે.
ભરૂચના ધારાસભ્યનું ફેસબુક ઉપર ભેજાબાજે ફેક એકાઉન્ટ બનાવી મિત્રો અને લોકો પાસે ₹20 હજારની માંગણી કરતા દુષ્યંત પટેલે લોકોને માહિતગાર કરી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ આપી છે. ભરૂચના એમ.એલ. એ દુષ્યંત પટેલનું કોઈ ભેજાબાજે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી દીધું હતું. જેના દ્વારા મેસેન્જર ઉપર મિત્રો પાસે રૂપિયા 20 હજાર માંગી સાંજે 7 વાગે પરત કરી દેવાના મેસેજો ફરતા કર્યા હતા.
આ અંગે શનિવારે ધારાસભ્યને જાણ થતાં તેઓએ પોતાના ફેક એકાઉન્ટથી લોકોને વાકેફ કરી કોઈપણ નાણાંકીય વ્યવહાર કે ડિટેઇલ નહિ આપવા અપીલ કરી હતી. સાથે જ ધારાસભ્ય એ પોતાના ફેક એકાઉન્ટ બનાવવા અંગે ભરૂચ પોલીસ વડાની કચેરીએ જાણ કરી ફરિયાદ આપી છે. ભરૂચ સાયબર સેલે ફેક એકાઉન્ટ બનાવનાર ભેજાબાજને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. અગાઉ પણ સોશ્યલ મીડિયા ઉપર લોકોના ફેક એકાઉન્ટ બનાવી ભેજબાજો દ્વારા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફ્રેન્ડ બનતા જ મેસેન્જર ઉપર નાણાં માટે મેસેજ કર્યા ના બનાવો બન્યા છે.
જેમાં પેટીએમ, ગુગલ પે ઉપર 5000, 10,000 કે 20,000 ની માંગણીઓ કરાઈ હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે પણ ઉદ્યોગો અને બિલ્ડરોને કોલ કરી ધાર્મિક કાર્યકમો માટે ફંડ ફાળો ઉઘરાવતો અમદાવાદનો ઠગ પકડાયો હતો. જોકે કોઈ રાજકીય આગેવાન, પદાધિકારીના નામનું ફેક એકાઉન્ટ બનાવી મેસેન્જર ઉપર લોકોને મેસેજ કરી ₹20 હજાર મંગાયા હોવાની પહેલી ઘટના ભરૂચ જિલ્લામાં બહાર આવી છે.